વડાપ્રધાન ગાઝિયાબાદથી દેશની પ્રથમ રેપિડ રેલ નમો ભારતને લીલી ઝંડી આપશે

પીએમ નરેન્દ્ર મોદી આજે ૨૦ ઓક્ટોબરે ગાઝિયાબાદથી દેશની પ્રથમ રેપિડ રેલ નમો ભારતને લીલી ઝંડી આપશે. જેને લઈને દેશમાં રેલ્વે સુવિધાના નવા યુગનો આરંભ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે દેશની પ્રથમ રેપિડ રેલ નમો ભારતનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન આજે ગાઝિયાબાદથી ટ્રેનને લીલી ઝંડી આપશે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનરની મંજૂરી મળ્યા બાદ ઉદ્ઘાટનની તારીખ નક્કી કરવામાં આવી હતી.દિલ્હીથી મેરઠ વચ્ચેના કોરિડોરના પ્રથમ તબક્કામાં આ ટ્રેન સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે ૧૭ કિલોમીટરનું અંતર કાપશે. ૮૨ કિલોમીટરના કોરિડોર પર ચાલનાર આ ટ્રેનને આજે શુક્રવારે લીલીઝંડી અપાયા બાદ થોડા જ દિવસોમાં તેમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. નમો ભારત ટ્રેન ૨૦૨૫ સુધીમાં દિલ્હીના સરાય કાલે ખાન અને મેરઠના માદીપુરમ સ્ટેશન વચ્ચે પણ દોડે તેવું આયોજન પ્રગતિ હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *