વ્હોટ્સએપ હંમેશાથી જ પોતાના યુઝર્સ માટે યૂનિક ફીચર્સ રજૂ કરતુ આવ્યુ

વ્હોટ્સએપ એ ૨૦૨૧ માં વ્યૂ વન ફીચર લોન્ચ કર્યું હતુ, જેમાં વીડિયો એક વખત જોયા બાદ આપમેળે ગાયબ થઈ જતો હતો. સાથે જ તે ટાઈમે વ્હોટ્સએપે સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ મેસેજ ફીચર પણ રજૂ કર્યુ હતુ. હવે કંપનીએ એક પગલુ આગળ વધીને વોયસ મેસેજને ગાયબ કરતુ ફીચર રજૂ કર્યું છે, જેમાં તમે જો કોઈકને વોયસ મેસેજ કરો છો તો તે આપમેળે ગાયબ થઈ જશે.

વ્હોટ્સએપનું આ ફીચર વ્યૂ વન ફીચર અને સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ મેસેજ ફીચરની જેમ જ છે. આ ફીચરને એક્ટિવ કર્યા બાદ જો તમે કોઈક પરિચિતને વોયસ મેસેજ કરો છો, તો તે આ મેસેજને એક વખત જ સાંભળી શકશે અને જે બાદ તમારો વોયસ મેસેજ આપમેળે ગાયબ થઈ જશે. વ્હોટ્સએપનું વોયસ ડિસ્પેરિંગ મેસેજ હાલ ડેવલપિંગ સ્ટેજમાં છે અને તેના પસંદ કરાયેલા બીટા યુઝર્સ માટે જ રોલ આઉટ કરવામાં આવ્યુ છે.

આ ફીચર હજુ પણ વિકાસના આધિન છે, પરંતુ તમે તેને Google Play Store થી Android 2.23.22.4 અપડેટ માટે WhatsApp બીટા અને TestFlight એપથી iOS 23.21.1.73 અપડેટ માટે WhatsApp બીટા ડાઉનલોડ કરીને અજમાવી શકો છો.

બીટા ટેસ્ટર કેવી રીતે એક્ટિવ કરવુ

વ્હોટ્સએપ ચેટ ઓપન કરો જેને તમે મેસેજ મોકલવા ઈચ્છો છો

માઈક્રોફોન બટન પર ટેપ કરીને વોયસ મેસેજ રેકોર્ડ કરો

રેકોર્ડિંગ પૂરી થયા બાદ તમને વ્યૂ વન્સ આઈકોન દેખાશે. તેની પર ક્લિક કરો.

હવે તમારો વોયસ મેસેજ એક વખત જોવા માટે સેટ છે. રિસીવર મેસેજને માત્ર એક વખત જ સાંભળી શકાય છે અને પછી આ આપમેળે ગાયબ થઈ જશે.

 

વોયસ મેસેજ માટે વ્યૂ વન્સ મોડ માત્ર પસંદ કરાયેલા બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. તેથી જો તમે બીટા પ્રોગ્રામમાં નથી તો તમારે હજુ પણ આ સુવિધાનો ઉપયોગ કરવાની પરવાનગી નથી. વ્હોટ્સએપ આ સુવિધાને ટૂંક સમયમાં જ તમામ યુઝર્સ માટે જાહેર કરવાનું આયોજન બનાવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *