રાષ્ટ્રીય સેવક સંઘના સરસંચાલક ડૉ. મોહન ભાગવતે વિજયાદશમીના પ્રસંગે નાગપુરમાં શસ્ત્ર પુજા કરી

રાષ્ટ્રીય સેવક સંઘના સરસંઘસંચાલક ડૉ . મોહન ભાગવતની ઉપસ્થિતિમાં    નાગપુર ખાતે  વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે સંબોધનમાં કહ્યું   કે ૧૪૦ કરોડ નાગરિકો ભારતનો વિકાસ ઇચ્છે છે.

સમાજના વિકાસ માટે રાજકારણને અલગ કરવું જરુરી છે. જી-૨૦ દ્વારા ભારતે વસુદેવ કુટુબ્કમનો સંદેશ વિશ્વને આપ્યો. દેશમાં કેટલાંક લોકો આગળ વધવા નથી ઇચ્છતા તે યોગ્ય નથી. તેમણે મણિપુર મામલે કહ્યું કે  મણિપુરમાં શાતિ સ્થાપિત થાય તે માટે સંઘના સ્વંયસેવકોએ ખુબ જ કામ કર્યું છે. જે કામ સમય માંગી લે તેવું છે.   દેશને વિકાસ જોઇ તો હોય તો દરેકે સાથે જોડાવું પડશે.

જો કે આ કામ લાંબુ છું અને ધીરજ રાખીને આગળ વધવુ પડશે.  કાવતરાઓમાં ફસાવાને બદલે એકતાની સ્થિતિ પર ધ્યાન રાખવું જરુરી છે. કટ્ટરવાદથી  ઉન્માદ ફેલાતો હોવાની વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *