ભારતના સમર્થનમાં આવ્યા કેનેડાના નેતા

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપો બાબતે ભારત અને કેનેડાના સંબંધો વણસી ગયા છે. કેનેડાના વિપક્ષ નેતા જણાવ્યું છે કે, જસ્ટિન ટ્રૂડો ભારત સાથેના સંબંધોની કિંમત સમજી શક્યા નથી.

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપો બાબતે ભારત અને કેનેડાના સંબંધો વણસી ગયા છે. કેનેડાના કન્ઝર્વેટીવ પાર્ટીના પ્રમુખ અને વિપક્ષ નેતા પિયરે પોઈલિવ્રેએ જણાવ્યું છે કે, આઠ વર્ષ સુધી સત્તામાં રહેવા છતાં પણ જસ્ટિન ટ્રૂડો ભારત સાથેના સંબંધોની કિંમત સમજી શક્યા નથી.

કેનેડાના વિપક્ષ નેતા પિયરે પોઈલિવ્રેએ જણાવ્યું છે કે, ‘કેનેડાના પ્રધાનમંત્રી બનશે તો બંને દેશ વચ્ચેના સંબંધો ફરી શરૂ કરશે. ભારત સરકાર સાથે પ્રોફેશનલ રિલેશન બનાવવાની જરૂર છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. બંને દેશો વચ્ચે અસહમતિ રહેવી તે બાબત બરાબર છે, પરંતુ બંને દેશો વચ્ચે સંબંધ પ્રોફેશનલ હોવા જરૂરી છે.’

કેનેડાના વિપક્ષ નેતા પિયરે પોઈલિવ્રેએ ૪૧ ડિપ્લોમેટ્સને કેનેડા પરત બોલાવવા જણાવ્યું છે કે, જસ્ટિન ટ્રૂડો અસક્ષમ છે. કેનેડાનો ભારત સહિત વિશ્વના અનેક દેશો સાથે મતભેદ છે. હિંદુ મંદિર પર હુમલો કરનાર અને સંપત્તિઓની તોડફોડ કરનાર પર આપરાધિક કેસ દાખલ કરવો જોઈએ.’

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગયા સપ્તાહે નિવેદન આપ્યું હતું કે, ‘કેનેડા અને ભારતના રાજદૂતની સંખ્યા સમાન હોવી જોઈએ. ભારતમાં કેનેડાના રાજદૂતની સંખ્યા વધુ છે અને અમારા ઘરેલુ મામલાઓમાં હસ્તક્ષેપ કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે આશા રાખીએ છીએ કે, કેનેડા ભારતમાં તેમના રાજદૂતની સંખ્યા ઓછી કરશે અને કેનેડા પરત ફરશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *