NCERT સમિતિએ પાઠ્યપુસ્તકોમાં પ્રાચીન ઇતિહાસની જગ્યાએ ક્લાસિકલ હિસ્ટ્રી શરૂ કરવાની ભલામણ કરી છે.
વિપક્ષી ગઠબંધન દ્વારા પોતાનું નામ I.N.D.I.A. રાખ્યા પછી આ મામલે સતત ચર્ચા ચાલી રહી છે. હવે સમાચાર છે કે ટૂંક સમયમાં NCERT પુસ્તકોમાં INDIA શબ્દને બદલે ભારત શબ્દનો દરેક જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે. NCERT પેનલ સમક્ષ આ વિશે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતોં
ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પેનલના અધ્યક્ષ સી.આઈ. ઇસાકે કહ્યું કે NCERT કમિટીએ સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાને બદલે ભારત લખવાની ભલામણ કરી છે.
તેમણે કહ્યું કે NCERT સમિતિએ પાઠ્યપુસ્તકોમાં ‘પ્રાચીન ઇતિહાસ’ની જગ્યાએ ક્લાસિકલ હિસ્ટ્રી શરૂ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત NCERT સમિતિએ તમામ વિષયો માટે અભ્યાસક્રમમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) શરૂ કરવાની પણ ભલામણ કરી છે.