હમાસ સાથેના યુદ્ધમાં છોકરીઓ પણ પાછળ નથી. ૧૩ છોકરીઓએ હમાસના ૧૦૦ થી વધુ આતંકીઓને ઠેકાણે પાડ્યાં હતા.
ઈઝરાયલમાં હમાસ સાથેના યુદ્ધમાં ૪ લાખથી વધુ યુવાનોએ હથિયાર ઉપાડ્યા છે જેમાં ઘણી જવાન છોકરીઓ પણ છે પરંતુ આ બધામાં ૧૩ છોકરીઓવાળી એક ટુકડીની દુનિયામાં ચર્ચા છે. આ ૧૩ છોકરીઓએ હમાસના 100થી વધુ આતંકીઓને ઠેકાણે પાડી દીધા અને એક મોટા શહેરને છોડાવી લીધું. ૭ ઓક્ટોબરે હમાસના આતંકીઓએ ઈઝરાયલના કિબુત્ઝ શહેર પર કબજો કરી લીધો હતો અને શહેરને મુક્ત કરાવવા અને હમાસના આતંકીઓને ઠેકાણે પાડવા ૧૩ છોકરીઓ મેદાને પડી હતી. અને જોરદાર લડત આપીને ૧૦૦ થી વધુ આતંકીઓને હણીને શહેર છોડાવી લીધું.
લેફ્ટનન્ટ કર્નલ બેન યેહુદાની આગેવાની હેઠળની આ ટુકડીએ હમાસ સામે જોરદાર લડત આપી હતી. હમાસના આતંકવાદીઓ જ્યારે ઇજિપ્ત સાથેની સરહદી ચોકી પર હુમલો કરવાના હતા ત્યારે યુવતીઓએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ચારે બાજુથી રોકેટનો વરસાદ થઈ રહ્યો હતો, પરંતુ આ છોકરીઓએ જોરદાર લડત આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેઓ લડ્યા ન હોત, તો હમાસના આતંકવાદીઓ કેટલીક વધુ મોટી યહૂદી વસાહતોમાં પહોંચી ગયા હોત. હમાસના આતંકવાદીઓ દ્વારા સુફા સૈન્ય મથક પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન એક સૈનિકે એક સંદેશ મોકલીને બેન યેહુદાને ચેતવણી આપી હતી. “અહીં ઘણા બધા આતંકવાદીઓ છે. તેમની પાસે જંગી શસ્ત્રો છે.
બેન યેહુદા અને તેમની ટીમે બેઝ પર એટેક કરીને ૧૦૦ થી વધુ આતંકીઓને ઠાર માર્યાં હતા એટલું જ નહીં બેન યેહુદાએ ખૂબ જ નજીકથી એક આતંકીના માથામાં ગોળી મારી દીધી હતી. એટલું જ નહીં, જ્યારે કેટલાક વધુ સૈનિકો પહોંચ્યા ત્યારે તેમણે આતંકવાદીઓ જ્યાં હતા તે બિલ્ડિંગને ઉડાવી દેવાની સલાહ આપી હતી. બેન યેહુદાએ જણાવ્યું હતું કે, “તેઓએ અમારા લોકોને પણ બંધક બનાવી લીધા છે. તેથી, ઇમારતને ઉડાવી દેવી તે યોગ્ય રહેશે નહીં. આ પછી, આ ૪ મહિલાઓએ હમાસ સાથે લગભગ ૧૨ કલાક સુધી લડત આપી હતી. હમાસે બિલ્ડિંગની બહાર આવી રહેલા આતંકીઓને મારવાનું ચાલુ રાખ્યું હતું. આ રીતે લાંબી લડાઇમાં કુલ ૧૦૦ આતંકીઓ માર્યા ગયા હતા.