શેરબજારમાં હાહાકાર

સેન્સેક્સમાં ૭૮૦ પોઈન્ટ તો નિફ્ટીમાં ૨૪૨ પોઇન્ટનો કડાકો, અહેવાલ લખવા સુધી સેન્સેક્સમાં ૧.૩૦ અને નિફ્ટીમાં ૧.૩૪ ટકાનો કડાકો બોલાઈ ચૂક્યો છે.

ગુરુવારે સવારે ૧૧:૦૦ વાગ્યા સુધીમાં બીએસઈના સેન્સેક્સમાં ૭૮૦ પોઈન્ટનો કડાકો બોલાઈ જતાં રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે નિફ્ટીમાં ૨૪૨ પોઇન્ટનો મોટો કડાકો બોલાઈ જતાં બજારની હાલત દયનીય થઈ ગઈ છે. સેન્સેક્સ હાલના સમયે ૬૩,૨૫૦ તથા નિફ્ટી ૧૮,૮૬૮ ની આજુબાજુ ટ્રેડ કરી રહી હતી. એટલે કે સેન્સેક્સમાં ૧.૩૦ અને નિફ્ટીમાં ૧.૩૪ % નો કડાકો બોલાઈ ચૂક્યો છે.

ઈઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે વિશ્વભરનું ધ્યાન તેની તરફ જ છે ત્યારે શેરબજારમાં પણ તેની અસર દેખાઇ રહી છે. સતત છઠ્ઠા દિવસે શેરબજાર માં કડાકાની સ્થિતિ જોવા મળી હતી. અત્યાર સુધીમાં છેલ્લાં ૬ દિવસોની સ્થિતિ પર નજર કરશો તો રોકાણકારોના લગભગ ૨૦ લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે.

માર્કેટમાં મિડકેપ અને સ્મોકલકેપ શેરોની સ્થિતિ પણ દયનીય થઈ ચૂકી છે. નિફ્ટી મિડકેપ ૧૦૦ માં ૧.૮૮ % અને સ્મોલકેપમાં ૨.૫૭ % નો કડાકો જોવા મળ્યો હતો. ગુરુવારે શરૂઆતના કડાકા બાદ રોકાણકારોની સંપત્તિ એકઝાટકે ૫ લાખ કરોડ રૂપિયા સુધી ધોવાઈ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે ગત બુધવારના કારોબારી સત્ર દરમિયન BSE લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન ૩૦૯.૨૨ લાખ કરોડ રૂપિયા હતી જે સમાચાર લખવા સુધી ૫.૫૪ લાખ કરોડ રૂપિયા ગગડીને ૩૦૩.૬૮ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *