આજની તારીખ ૨૭ ઓક્ટોબર ભારતીય સેના માટે ઈન્ફન્ટ્રી ડે

આજે ૨૭ ઓક્ટોબર ૨૦૨૩ છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે આજે ભારતમાં ઈન્ફન્ટ્રી ડે ઉજવાય છે.

આજે ૨૭ ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં ઈન્ફન્ટ્રી ડે ઉજવાય છે. બ્રિટિશ અંગ્રેજો પાસેથી આઝાદી મેળવ્યા બાદ ભારતે ૨૭ ઓક્ટોબર, ૧૯૪૭ ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કાશ્મીરમાં લડાઈ લડી હતી.

૨૭ ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • ૧૬૭૬ – પોલેન્ડ અને તુર્કીએ વોર્સો સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૭૯૫ – અમેરિકા અને સ્પેને સાન લોરેન્ઝો સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૮૦૬ – ફ્રાંસની સેના બર્લિનમાં પ્રવેશી.
  • ૧૯૪૭ – જમ્મુ અને કાશ્મીરના રાજા હરિ સિંહે જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ સ્વીકાર્યું.
  • ૧૯૫૯ – પશ્ચિમ મેક્સિકોમાં વાવાઝોડામાં ઓછામાં ઓછા ૨૦૦૦ લોકો મૃત્યુ પામ્યા.
  • ૧૯૬૮ – મેક્સિકો સિટીમાં ૧૯ મી ઓલિમ્પિક ગેમ્સનું સમાપન થયું.
  • ૧૯૭૮ – ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદાત અને ઇઝરાયેલના વડા પ્રધાન મેનાકેમની નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરવામાં                  આવી.
  • ૧૯૯૫ – યુક્રેનના કીવમાં સ્થિત ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટ સુરક્ષા ખામીઓને કારણે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો.
  • ૧૯૯૭ – એડિનબર્ગ (સ્કોટલેન્ડ)માં કોમનવેલ્થ સમિટ યોજાઈ.
  • ૨૦૦૩ – ચીનમાં ભૂકંપથી ૫૦,000 થી વધુ લોકો પ્રભાવિત થયા, બગદાદમાં બોમ્બ વિસ્ફોટોને કારણે ૪૦ લોકોના મોત થયા.
  • ૨૦૦૪ – ચીને એક વિશાળકાય ક્રેન બનાવી. ફ્રાંસના વિદેશ મંત્રી મિશેલ વોર્નિયર ભારતની બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી                           પહોંચ્યા છે.
  • ૨૦૦૮ – કેન્દ્ર સરકારે અખબાર ઉદ્યોગના પત્રકારો અને બિન-પત્રકારોને વચગાળાની રાહતની સૂચના બહાર પાડી.

ઈન્ફન્ટ્રી ડે

ભારતમાં દર વર્ષે ૨૭ ઓક્ટોબરના રોજ ઈન્ફન્ટ્રી ડે ઉજવાય છે. બ્રિટિશ અંગ્રેજો પાસેથી આઝાદી મેળવ્યા બાદ ભારતે ૨૭ ઓક્ટોબર, ૧૯૪૭ ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કાશ્મીરમાં જંગની શરૂઆત કરી હતી. આ દિવસ હજારો પાયદળ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે જેમણે પોતાની ફરજનું પાલન કરતા ભારતની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. વર્ષ ૧૯૪૭ માં ૨૭ ઓક્ટોબરના રોજ કાશ્મીરમાં ઘૂસી ગયેલી પાકિસ્તાની સેનાને રોકવા શીખ રેજિમેન્ટે યુદ્ધની શરૂઆત કરી હતી. શીખ રેજિમેન્ટની પ્રથમ બટાલિયન શ્રીનગર એરબેઝ પર પહોંચી અને લડાઈ માટે અસાધારણ હિંમત અને શૌર્યનું પ્રદર્શન કરીને પાકિસ્તાની સેનાને ખડેદી દીધી હતી. ઇન્ફેંટ્રી દળની આ વિશેષતા છે કે આ દળના સૈનિકો પગપાળા મેદાનની લડાઇમાં સામેલ થાય છે તેમજ દુશ્મનની સૌથી નજીક રહે છે. પાયદળમાં પર્વત પાયદળ, મોટર અને યાંત્રિક પાયદળ, એરબોર્ન પાયદળ અને નૌકાદળ પાયદળનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે, આઝાદી બાદ જમ્મુ અને કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિ સિંહે ૨૬ ઓક્ટોબરે તેમના રાજ્યને સ્વતંત્રત ભારતનો હિસ્સો બનાવવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *