કતરમાં ફાંસીની સજા મેળવનાર પૂર્વ નૌસૈનિકોને શું મોદી સરકાર બચાવી શકે છે ?
કતરમાં આઠ પૂર્વ નૌસેનિકોને મળેલી ફાંસીની સજાથી આખો દેશ ચોંકી ગયો છે. ભારત સરકાર પણ આ પ્રકારના આદેશથી સ્તબ્ધ રહી ગઈ છે. જે આઠ પૂર્વ નૌસેનાના અધિકારીઓને ફાંસીની સજા આપવામાં આવી છે. તેના પર જાસૂસીનો ગંભીર આરોપ લાગ્યો છે. આરોપ છે કે આ અધિકારીઓએ ઇઝરાયલને કતારની સબમરીન અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. ચિંતાની વાત છે કે ભારત સરકાર પાસે પણ આ કેસની પર્યાપ્ત જાણકારી નથી. તેમને કતરની સરકાર પાસે એક વિસ્તૃત રિપોર્ટની રાહ છે.
વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા એક નિવેદનમાં કતરમાં ફસાયેલા આ આઠ ભારતીયોની દરેક સંભવ મદદ કરવામાં આવશે. તેમને કાનૂની સહાયતા આપવામાં આવશે. એ વાત પર પણ ભાર મૂકવામાં આવશે કે દરેક ફસાયેલા ભારતીઓને સતત કાઉન્સિલિંગ એકસેસ મળતી રહે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું કાયદાનો વિકલ્પ બચે છે? શું ખરેખર આ ભારતીયોનો જીવ બચી શકે છે?
કાયદાના જાણકારો પ્રમાણે તમામ આંતરરાષ્ટ્રીય કાયદા અને આઇસીસીપીપીના પ્રાવધાનમાં દરેક મામલામાં ફાંસીની સજા ન થઈ શકે. માત્ર કેટલાક મામલામાં જ ફાંસી આપવાની જોગવાઈ છે. આ કારણે ફસાયેલા ભારતીઓ પાસે પણ અનેક વિકલ્પ ખુલ્લા છે. અત્યારે તો આ નિર્ણય વિરુદ્ધ કતરમાં ઉપરી અદાલતમાં મોકલવામાં આવી શકે છે. જો ત્યાંથી પણ રસ્તો ન નીકળે તો મદદ માટે આંતરરાષ્ટ્રીય કોર્ટ હાજર જ છે.
ભારતના આ સમયે કતર સાથેના સંબંધો સારા ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજનયિક દબાવ પણ બનાવી શકે છે. એનજીઓ અને સિવિલ સોસાયટી થકી આ મુદ્દા પર વૈશ્વિક મંચો પર ઉઠાવી શકાય છે. એટલે કે ભારત સરકાર હજી પણ આ નૌસૈનિકોનો જીવ બચાવી શકે છે.