પીએમ મોદી બોલ્યા ૫-જી બાદ ૬-જી ની તૈયારીમાં દેશ

પીએમ મોદીએ પોતાના ભાષણમાં મોબાઈલ એક્સપોર્ટર બનવા, એપલથી લઇને ગૂગલ જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓ દ્વારા ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા જેવી વાતો કહી હતી.

શુક્રવારે ભારતમાં ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ઇવેન્ટની શરુઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IMC ૨૦૨૩ માં પોતાના સંબોધનમાં ટેક્નોલોજી સાથે જોડાયેલા અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં મોબાઈલ એક્સપોર્ટર બનવા, એપલથી લઇને ગૂગલ જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓ દ્વારા ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા જેવી વાતો કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ૨૦૧૪ માં કેટલાક સ્ટાર્ટઅપ હતા પરંતુ હવે આ સંખ્યા એક લાખની આસપાસ પહોંચી ચુકી છે.

પીએમ મોદીએ IMC ૨૦૨૩ માં કહ્યું કે આજ દરેક દિવસ ટેક્નોલોજીમાં ઝડપથી થતાં પરિવર્તનના કારણે આપણે કહી શકીએ છીએ કે the future is here and now તેમણે કહ્યું કે મોબાઈલ સ્પીડના મામલામાં ભારત 118માં સ્થાનથી 43માં સ્થાન પર પહોંચી ગયું છે. અને ૫-જી સેવા શરુ થયાના એક વર્ષની અંદર ચાર લાખ ૫-જી સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે નાગરિકોને પૂંજી સુધી પહોંચ, સંસાધનો સુધી પહોંચ અને ટેક્નોલોજી સુધી પહોંચ પ્રદાન કરવી સરકારની પ્રાથમિક્તા છે.

૫-જી મોબાઇલ નેટવર્ક પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે અમે ભારતના દરેક નાગરિક સુધી ૫-જી ટેક્નોલોજી પહોંચાડવાનું કામ શરુ કરી દીધું છે. ભારતમાં ઝડપથી ૫-જી વિસ્તાર કરી રહ્યું છે પરંતુ ૬-જીના ક્ષેત્રમાં પણ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ધ્યાન આપવા જેવી વાત છે કે ગત વર્ષે એટલે કે ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસ ૨૦૨૨ માં પીએમ મોદીએ દેશમાં ૫-જી ટેક્નોલોજી લોન્ચ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુનિયા મેડ ઇન ઇન્ડિયા ફોનનો ઉપયોગ કરી રહી છે.

પીએમે પોતાના સંબંધોમાં કહ્યું હતું કે ભારતમાં વિકાસનો લાભ દરેક વર્ગ, દરેક ક્ષેત્ર સુધી પહોંચશે. ભારતમાં સંસાધનોનો દરેક લાભ મળે, દરેકને સમ્માનજનક જીવન મળે અને દરેક સુધી ટેક્નોલોજીનો ફાયદો પહોંચે એ દિશામાં અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ. નાગરિકો માટે access to capital access to resources અને access to technology અમારી સરકારની પ્રાથમિક્તા છે.

સેમીકંડક્શન મિશન ઉપર વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતના semiconductor mission માત્ર પોતાની ડોમેસ્ટીક એટલે કે ઘરેલું ડિમાન્ડ જ નહીં. દુનિયાની જરૂરિયા પુરી કરવાના વિઝન પર આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિકાસશીલ દેશથી વિકસિત દેશ હોવાના સફરને જો કોઈ તેજ કરે છે તો તે છે ટેક્નોલોજી.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે 21મી સદીના આ કાલખંડમાં ભારતની ટફ લિડરશીપનો સમય છે. ટફ લીડર આવા નવા ડોમેઇન બનાવી શકે છે. ત્યારબાદ દુનિયા ફોલો કરે. અમે કેટલાક ડોમિનમાં ટફ લિડર બન્યા છીએ. જેમ કે યુપીઆઈ અમારી ટફ લીડરશિપનું પરિણામ છે. જે આજે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં આખી દુનિયાનું નેતૃત્વ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *