રાજ્યપાલ આનંદીબેન પટેલને કોર્ટે સમન્સ મોકલતા રાજભવનમાં હડકંપ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને બદાયુની એસડીએમ કોર્ટે સમન્સ મોકલતા હડકંપ મચ્યો છે. એસડીએમ કોર્ટે એક કેસમાં આનંદીબેન પટેલને કોર્ટમાં હાજર થવા અને પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને સમન્સ બજાવી કોર્ટમાં હાજર થવા આદેશ કરાયો છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ પદે કાર્યરત હોવા છતાં આનંદીબેન પટેલને કોર્ટે સમન્સ બજાવતા રાજભવનમાં કોહરામ મચ્યો છે અને રાજકારણમાં કૌતુહલ સર્જાયુ છે. ઉત્તર પ્રદેશના બદાયૂંમાં સદર તહસીલના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે (એસડીએમ) રાજ્યના રાજ્યપાલના નામે સમન્સ જારી કરી તેમને હાજર થવા આદેશ કર્યો છે. રાજ્યપાલને સમન્સ જારી કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. તો બીજી બાજુ રાજ્યપાલ આનંદીબેન પટેલ તરફથી તેના સચિવ દ્વારા ડીએમને પત્ર મોકલી ચેતવણી મોકલવામાં આવી છે.

આ પત્રમાં લખ્યુ છે કે, સંવિધાનના અનુચ્છેદ ૩૬૧ અનુસાર સંવૈધાનિક પદ પર બેસેલા વ્યક્તિની વિરુદ્ધ કોઇ સમન્સ કે નોટીસ જારી કરી શકાય નહીં. તેમ છતાં એસડીએ એ કાયદા-વ્યવસ્થાને નજર અંદાર કરી રાજ્યપાલના નામે સમન્સ જારી કરીને ૧૮ ઓક્ટોબરના રોજ એસડીએમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે હાજર થવા આદેશ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના બદાયૂના ગામ લોડા બહેડીના રહેવાસી ચંદ્રહાસે સદર તહસીલના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) કોર્ટમાં વિપક્ષ પક્ષકાર તરીકે લેખરાજ, પીડબ્લ્યુડીના સંબંધિત અધિકારી અને રાજ્યપાલને પક્ષકાર બનાવી કેસ દાખલ કર્યો હતો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદ મુજબ ચંદ્રહાસના કાકી કરોટી દેવીની સંપત્તિ તેના એક સંબંધીએ પોતાના નામે કરાવી લીધી છે. ત્યારબાદ આ સંપત્તિ લેખરાજને વેચી દેવામાં આવી. થોડાક દિવસ બાદ બદાયુ બાયપાસ સ્થિત ગ્રામ બહેડીની નજીક તે જમીનનો થોડોક હિસ્સો સરકાર દ્વારા અધિગ્રહણ કરવામાં આવ્યો. આ જમીનના અધિગ્રહણ થયા બાદ લેખરાજને સરકાર તરફથી લગભગ ૧૨ લાખ રૂપિયા વળતર તરીકે મળ્યા હતા.

 

કટોરી દેવીના ભત્રીજા ચંદ્રહાસે સદર તહસીલની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ પર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જ્યુડિશિયલ વિનિત કુમારની કોર્ટમાંથી લેખરાજ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલને ૦૭ ઓક્ટોબરે કલમ ૧૪૪ રાજ્ય સંહિતા હેઠળ એક સમન્સ જારી કરવામાં આવ્યુ હતુ, જે ૧૦ ઓક્ટોબરે રાજભવન પહોંચ્યુ હતુ. આ સમન્સમાં રાજ્યપાલને ૧૮ ઓક્ટોબરના રોજ સબ મેજિસ્ટ્રેટ ડિવિઝનલ જ્યુડિશિયલ કોર્ટમાં હાજર થવા અને પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *