રાજકોટમાં આજે શરદ પૂનમના દિવસે યોજાનાર કાર્યક્રમમાં નોંધાશે વિશ્વવિક્રમ, આજે ૨ લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર કુલ ૧ લાખ કરતા વધારે ખેલૈયાઓ પીએમ મોદીએ લખેલા ‘માડી’ ગરબાના તાલે ગરબા રમશે.
આજે શરદપૂર્ણિમા છે, ત્યારે રાજકોટ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટના ૫ લાખ સ્ક્વેર મીટર ગ્રાઉન્ડમાં ૧ લાખ કરતા વધુ ખેલૈયાઓ પીએમ મોદીએ લખેલા ‘માડી’ ગરબાના તાલે ગરબા રમીને વિશ્વવિક્રમ બનાવશે. આજે શરદપૂર્ણિમા પર ૨ લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર કુલ ૧ લાખ કરતા વધારે ખેલૈયાઓ ગરબે ઘુમશે. આજે શરદ પૂનમના દિવસે યોજાનાર કાર્યક્રમમાં વિશ્વવિક્રમ નોંધાશે. ૧ લાખથી વધારે ખેલૈયાઓ ગરબા રમીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સમાં વિશ્વવિક્રમ નોંધાશે. મહત્વનું છે કે, અગાઉ ૬૦ હજાર લોકોએ એકી સાથે ગરબા રમી રેકોર્ડ સર્જ્યો હતો.
શરદ પૂનમના દિવસે રાજકોટમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માડી ગરબા પર આ વિશ્વ રેકોર્ડ બનવા જઇ રહ્યો છે. માહિતી પ્રમાણે પીએમ મોદીના ગરબા પર આજે શરદ પૂનમે 1 લાખથી વધુ ખેલૈયાઓ ગરબા રમશે. જેને લઈ હવે ૨૦ થી વધુ સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે અહીં ૫૦૦ થી વધુ સ્વયંસેવકો અને ૧૦ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે.
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલ ગરબો ગીત આધારિત મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ તરફ હવે રાજકોટમાં પીએમ નરેન્દ્ર મોદી લેખિત ‘માડી’ ગરબા પર વિશ્વ રેકોર્ડ બનશે. વિગતો મુજબ આજે શરદ પૂનમના દિવસે આ વિશ્વ રેકોર્ડ સર્જાનાર છે. જેમાં ખાસ કરીને ૧ લાખથી વધુ ખેલૈયાઓ ‘માડી’ ગરબા પર રમી વિશ્વ રેકોર્ડ કરશે. આ સાથે ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે.