આજનો ઇતિહાસ ૨૯ ઓક્ટોબર

આજે ૨૯ ઓક્ટોબર ૨૦૨૩ છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે આજે વર્લ્ડ સ્ટ્રોક ડે છે. તેમજ આજે નેશનલ ઇન્ટરનેટ ડે, નેશનલ કેટ ડે અને નેશનલ ઓટમીલ ડે પણ ઉજવાય છે.

મહામારીની જેમ ફેલાય રહેલી સ્ટ્રોકના એટેકના લક્ષણો અને સારવાર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવાય છે. આજે નેશનલ ઇન્ટરનેટ ડે, નેશનલ કેટ ડે અને નેશનલ ઓટમીલ ડે છે. ઇતિહાસમાં નજર કરીયે તો વર્ષ ૧૯૪૨ નાઝીઓએ બેલારુસના પિન્સ્કમાં ૧૬ હજાર યહૂદીઓની હત્યા કરી હતી. વર્ષ ૧૯૪૫ માં વિશ્વની પ્રથમ બોલ પોઈન્ટ પેન બજારમાં આવી હતી. વર્ષ ૨૦૧૫ માં ચીને એક બાળક નીતિના અંતની જાહેરાત કરી હતી. આજે ભારતીય બોક્સર વિજેન્દ્ર સિંહનો બર્થડે છે. તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની પૃણ્યતિથિ છે.

જાણો ઇતિહાસ ની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

૨૯ ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ…

  • ૧૭૦૯ – ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડે ફ્રાન્સ વિરોધી સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૭૯૪ – ફ્રાંસ સેનાએ દક્ષિણ-પૂર્વ નેધરલેન્ડ્સમાં વેન્લો પર કબજો કર્યો.
  • ૧૮૫૧ – બંગાળમાં બ્રિટિશ ઈન્ડિયન એસોસિએશનની સ્થાપના થઈ.
  • ૧૮૫૯ – સ્પેને આફ્રિકન દેશ મોરોક્કો સામે યુદ્ધની ઘોષણા કરી.
  • ૧૮૬૪ – ગ્રીસે નવું બંધારણ અપનાવ્યું.
  • ૧૯૧૩ – મધ્ય અમેરિકન દેશ અલ સાલ્વાડોરમાં પૂરના કારણે હજારો લોકોના મોત થયા.
  • ૧૯૨૦ – ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનના પ્રયાસોથી જામિયા મિલિયા ઈસ્લામિયાની સ્થાપના થઈ.
  • ૧૯૨૪ – બ્રિટનમાં સંસદીય ચૂંટણીમાં લેબર પાર્ટીની હાર.
  • ૧૯૪૨ – નાઝીઓએ બેલારુસના પિન્સ્કમાં ૧૬ હજાર યહૂદીઓની હત્યા કરી.
  • ૧૯૪૫ – વિશ્વની પ્રથમ બોલ પોઈન્ટ પેન બજારમાં આવી.
  • ૧૯૪૭– બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને નેધરલેન્ડે બેનેલક્સ યુનિયનની રચના કરી.
  • ૧૯૫૮– અમેરિકાએ નેવાદામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • ૧૯૯૦ – આફ્રિકન દેશ અલ્જીરિયામાં ભૂકંપમાં 30 લોકોના મોત થયા.
  • ૧૯૯૪ – ન્યુયોર્કમાં અમેરિકન ભારતીયનું રાષ્ટ્રીય સંગ્રહાલયનું ઉદ્ઘાટન થયું.
  • ૧૯૯૫ – જનમત સંગ્રહમાં કેનેડા ક્યૂબેક પ્રાંતના લોકોએ કેનેડા સાથે રહેવાનો નિર્ણય કર્યો.
  • ૧૯૯૭ – પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય કેમિકલ વેપન્સ સંધિની પૃષ્ટી.
  • ૨૦૦૦ – આઈસલેન્ડના રાષ્ટ્રપતિ ઓલોફર રેગનર ગ્રિમસન સાત દિવસની રાજ્ય મુલાકાતે ભારત આવ્યા.
  • ૨૦૦૧ – પાકિસ્તાનમાં કટ્ટરપંથી આદિવાસીઓએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ચિલાસ શહેરની એરસ્ટ્રીપ, જેલ અને પેટ્રોલ પંપ                  પર કબજો કર્યો.
  • ૨૦૦૪ – ત્રિનિદાદ અને ટોબેગોના પ્રમુખ મેક્સવેલ રિચર્ડ્સ નવી દિલ્હીમાં ભારતીય રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને મળ્યા.
  • ૨૦૦૫ – ‘ઓઇલ ફોર ફૂડ પ્રોગ્રામ’ પરના બોલ્કર રિપોર્ટમાં ભારતના વિદેશ મંત્રી નટવર સિંહને નિર્દેશ કરવામાં આવ્યો હતો.                          દિલ્હીમાં અત્યંત વ્યસ્ત વિસ્તારોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં ૬૨ લોકોના મોત થયા હતા.
  • ૨૦૦૮ – આસામમાં બોમ્બ વિસ્ફોટમાં ૬૯ લોકો માર્યા ગયા અને ૩૫૦ લોકો ઘાયલ થયા.
  • ૨૦૧૨ – અમેરિકાના પૂર્વ કિનારે હરિકેન સેન્ડીને કારણે ૨૮૬ લોકોના મોત થયા.
  • ૨૦૧૨- ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં હિન્દી અને અન્ય મુખ્ય એશિયન ભાષાઓ શીખવવામાં આવશે. આ વ્યૂહરચના ભારત અને                   અન્ય એશિયાઈ દેશો સાથેના સંબંધોને મજબૂત કરવા માટે નક્કી કરવામાં આવી છે.
  • ૨૦૧૨– ટોચના ભારતીય ખેલાડી પંકજ અડવાણીએ ફરીથી ઈંગ્લેન્ડના વર્તમાન ચેમ્પિયન અને સ્થાનિક ફેવરિટ માઈક રસેલને                        હરાવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી અને સાતમી વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.
  • ૨૦૧૫ – ચીને એક બાળક નીતિના અંતની જાહેરાત કરી.

વિશ્વ સ્ટ્રોક દિવસ 

વિશ્વ સ્ટ્રોક દિવસ દર વર્ષે ૨૯ ઓક્ટોબરે ઉજવાય છે. આજના સમયમાં સ્ટ્રોકની બીમારી મહામારીની જેમ વધી રહી છે. આ જીવલેણ બીમારી સ્ટ્રોકના સંકેત અને સારવાર પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા આ વર્લ્ડ સ્ટ્રોક દિવસ ઉજવાય છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં સાયલન્ટ સ્ટ્રોકથી થતા મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. આજના સમયમાં યુવાન વ્યક્તિઓને પણ સ્ટ્રોકનો એટેક આવવો સામાન્ય બાબત બની ગઇ છે. એક પ્રાથમિક અંદાજ મુજબ દુનિયાભરમાં દરરોજ ૧.૫ કરોડ લોકોને સ્ટ્રોક આવે છે તેમાંથી ૫૦ લાખ લોકો જીવ ગુમાવે છે અને ૫૦ લાખ લોકો હંગામી ધોરણે વિકલાંગ થઇ જાય છે. જો ભારતની વાત કરીયે ત ભારતમાં દર વર્ષે ૧૫ લાખથી વધુ સ્ટ્રોકના નવા કેસ આવી રહ્યા છે. એટલે કે દેશમાં દરરોજ ૪,000 લોકોને સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. સ્ટ્રોક આવે તેની પહેલા શરીરના અંગો અમુક સંકેત આપે છે. આ જીવલેણ બીમારી સ્ટ્રોક વિશે લોકોમાં જાગૃતિ વધારવા માટે વિશ્વ સ્ટ્રોક દિવસ ઉજવાય છે.

૨૯ ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • શ્યામા ચરણ પતિ (૨૦૨૦) – છાઉ નૃત્યને આંતરરાષ્ટ્રીય માન્યતા આપનાર નૃત્યાંગના હતા.
  • કેશુભાઈ પટેલ (૨૦૨૦) – ગુજરાતના ભૂતપૂર્વ દસમા મુખ્યમંત્રી હતા.
  • સૈયદ મોહમ્મદ અહેમદ કાઝમી (૧૯૫૯) – પ્રથમ લોકસભાના સભ્ય
  • કમલાદેવી ચટ્ટોપાધ્યાય (૧૯૮૮) – સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી મહિલા જેમણે ભારતીય હસ્તકલા ક્ષેત્રે પુનરુજ્જીવન લાવ્યું.
  • વી.આર. ખાનોલકર (૧૯૭૮) – ભારતીય રોગ વિજ્ઞાની હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *