તહેવાર પહેલા વધી ગયાં સોના-ચાંદીનાં ભાવ! આજે ભારતમાં સોનાનો ભાવ (૨૪ કેરેટ ) ૬૧,૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચ્યો છે.
અમેરિકાનાં સેંટર્લ બેંક વ્યાજદરોનું એલાન કરવા જઈ રહી છે જેમાં બેંક પોલિસી રેટ ફરી એકવાર હોલ્ડ પર જઈ શકે છે. ગોલ્ડને લઈને માહોલ સંપૂર્ણપણે પોઝિટિવ બનવાનું શરૂ થઈ ગયું છે. ડોલર ઈંડેક્સમાં ફ્લેક્સિબિલિટીનાં કારણે ગોલ્ડનાં ભાવમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાનાં કોમેક્સ માર્કેટમાં ગોલ્ડ ફ્યૂચર ૨,000 ડોલર પ્રતિ ઓંસનાં લેવલને પાર કરી ગયું છે. તો બીજી તરફ ભારતમાં ગોલ્ડનાં ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સોમવારે MCX પર ગોલ્ડ ફ્યૂચર ટ્રેડિંગ દરમિયાન ૨૪૦ રૂપિયાની તેજીની સાથે ૬૧,૩૯૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચ્યું છે. આ આંકડો પાંચ મહિનાનાં પીક લેવલ પર છે. આજે સોનું ૬૧,૩૯૬ રૂપિયા પર ઓપન થયું હતું પણ માર્કેટ બંધ થતાં-થતાં તેનો ભાવ ૬૧,૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર અટક્યો હતો.
ચાંદીની કિંમતમાં પણ જંગી વધારો
આજે ટ્રેડિંગ બાદ માર્કેટમાં ચાંદીનાં ભાવમાં પણ ઊછાળો જોવા મળ્યો. ૦.૯૪ % એટલે કે ૬૮૪ રૂપિયાનાં વધારા સાથે આજે ચાંદીની કિંમત ૭૨,૪૦૧ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે.
વિદેશી બજારોમાં સોના-ચાંદીની સ્થિતિ
કોમેક્સ પર સોનું સોમવારે ૧૨.૬૦ ડોલર એટલે કે ૦.૬૩ % નાં વધારા સાથે ૨,૦૧૧.૧૦ ડોલર પ્રતિ ટ્રોય ઓંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદી ૦.૩૮૮૮ ડોલર એટલે કે ૧.૭૦ % નાં વધારા સાથે ૨૩.૩૭૫ ડોલર પર સ્થિર થયું.
૩ અઠવાડિયામાં સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. તેનું મુખ્ય કારણ ઈઝરાયલ-હમાસ વૉર છે. જે બાદ રોકાણકારો ગોલ્ડ જેવી સેફ હેવન તરફ વળી રહ્યાં છે. જાણકારો અનુસાર ફ્લેક્સીબલ ડોલર ઈંડેક્સ હોવા છતાં કિંમતો પોતાના નીચલા સ્તરથી લગભગ ૮ % વધી છે. જો એમસીએક્સ પર ગોલ્ડ ૬૧,000 રૂપિયાનાં સ્તર પર સ્થિર રહે છે તો ટૂંક જ સમયમાં સોનું ૬૨,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.