શેરબજાર ફરી ફૂલ બહાર

શેરબજારમાં સોમવારે સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ રહેતા રોકાણકારો રાજી થયા હતા.

શેર બજારના જાણે દિવાળી દેખાઈ હોય તેમ આવકારદાય તેજી જોવા મળી રહી છે. જે તેજી આજે બીજા દિવસે પણ યથાવત રહેવા પામી હતી. શેરબજારમાં આજે સોમવારે સતત બીજા દિવસે ઉછાળો જોવા મળતા રોકાણકારોને જલસા પડી ગયા હતા. બજારમાં નીચલા સ્તરેથી મજબૂત રિકવરીને કારણે મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. વાત કરવામાં આવે BSE સેન્સેક્સની તો તેમાં ૩૩૦ પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જેને લઈને BSE સેન્સેક્સ ૬૪,૧૧૨ પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ ૯૩ પોઈન્ટનો વધારો નોંધાયો હતો. જેને લઈને નિફટી ૧૯,૧૪૦ પર સ્થિર થયો હતો.

શેર બજારની મજબૂતાઈ પાછળ બેન્કિંગ, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોનો મોટો હાથ જોવા મળ્યો હતો. જ્યારે એફએમસીજી અને ઓટો સેક્ટરમાં ધાર્યા પરિણામ મળ્યા ન હતા. આ અગાઉ શુક્રવારે ભારતીય શેરબજારમાં ૬ દિવસ બાદ ખરીદી દેખાઈ હતી. BSE સેન્સેક્સ ૬૩૪ પોઈન્ટ ઘટીને ૬૩,૭૮૨ પર બંધ રહ્યો હતો. નિફ્ટી શેરમાં આજે BPCL ચાર ટકા, Ultratech ૨.૩૦ % અને રિલાયન્સ આઈએનડી ૨.૩૦ % તથા ONGC ૨.૩ % વધ્યો હતા.

એક્સચેન્જના ડેટા અનુસાર વાત કરવામાં આવે તો રોકાણકારોએ ૨ દિવસમાં લગભગ ૫.૫ લાખ કરોડ રૂપિયાનો તાગડો નફો મળ્યો છે. કારણ કે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ. ૩૧૧.૬૯ લાખ કરોડ થવા પામી છે. જે ૨૬ ઓક્ટોબરે રૂ. ૩૦૬.૦૪ લાખ કરોડ હતી. તેમાં વધારો નોંધાતા નફો વધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *