INDIA ગઠબંધન મામલે નીતિશ કુમારનું નિવેદન

નીતિશ કુમારે કહ્યું કે, પટનામાં વિપક્ષી દળોની થયેલી બેઠકમાં INDIA ગઠબંધન થયુ હતું પરંતુ આજકાલ ગઠબંધનનું કંઈ કામ થઈ રહ્યું નથી.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.  નીતિશ કુમારે કહ્યું કે, પટનામાં વિપક્ષી દળોની થયેલી બેઠકમાં INDIA ગઠબંધન થયુ હતું પરંતુ આજકાલ ગઠબંધનનું કોઈ કામ થઈ રહ્યું  નથી. કોંગ્રેસ પાર્ટી આ પર ધ્યાન આપી રહી નથી. તે પાંચ રાજ્યમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે. આ દરમિયાન નીતિશ કુમારે કેન્દ્રની મોદી સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. નીતિશ કુમારે કહ્યું કે, આજ કેન્દ્રમાં જે સરકાર છે, તેને દેશ સાથે કોઈ લેવા દેવા નથી. કહ્યું કે, ભાજપ દેશનો ઈતિહાસ બદલવા માંગે છે. તેમણે કોંગ્રેસ પર સવાલ કરતા કહ્યું કે, તે ખૂદ બધાની સાથે ચાલવા વાળી પાર્ટી કહે છે. તે અકસાથે જોડે છે. બધાને સાથે લઈને ચાલે છે. તેમણે કહ્યું કે, અમે લોકોના સોશિલિસ્ટ છીએ. સીપીઆઈ સાથે પણ જૂના સંબંધ છે. કમ્યુનિસ્ટ અને સોશ્યલિસ્ટ સાથ મળીને આગળ ચાલશે.

નીતિશ કુમાર ભાજપ સાથે સંબંધો તોડીને વિપક્ષને એક કરવાના કામમાં લાગી ગયા હતાં. તેમણે વિવિધ રાજ્યોમાં જઈને વિવિધ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી. નીતિશ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી પાર્ટી એક સાથે જોડવામાં સફળ રહ્યાં છેય નીતિશએ જૂનમાં પટણા વિપક્ષી દળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ, ટીએમસી, શિવસેના, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ડીએમકે, લેફ્ટ સહિત ૧૫ દળોના નેતા તેમાં સામેલ થયા હતા.

નીતિશ કુમારે પટણા ખાતે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં નીતિશ કુમારની નારાજગી પણ સામે આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, જે રીતે વિપક્ષી બેઠકને કોંગ્રેસે હાઈજેનિક કરી તેનાથી પણ નીતિશ નારાજ છે. જો કે, આ બધાની વચ્ચે વિપક્ષી બેઠક મુબંઈમાં મળી હતી ત્યારે પણ તેઓ ત્યાં ભાગ લેવા પહોંચ્યા હતા. પટણા, બેગ્લુરૂ અને મુબંઈ આયોજિત વિપક્ષી INDIA ગંઠબંધનની બેઠકમાં થઈ હતી પરંતુ સિટોનો વિભાજન થયું નથી. સંયોજક કોણ હશે, બીજેપી સામે મુકાબલો કોણ કરશે તેમજ ગઠબંધનની રણનીતિ શું હશે તે નક્કી કરાયુ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *