પીએમ મોદીએ છત્તીસગઢમાં કર્યું મોટું એલાન

પીએમ મોદીએ એલાન કર્યું કે દેશનાં ૮૦ કરોડ ગરીબોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વધુ ૫ વર્ષો માટે મફતમાં અનાજ મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢ પહોંચ્યા. દુર્ગ જિલ્લામાં જનસભાને સંબોધિત કરતાં સમયે પીએમ મોદીએ એલાન કર્યું કે મફતમાં રાશ યોજના PMGKAYને ૫ વર્ષ વધારવામાં આવશે. પ્રધાનમંત્રીની આ ઘોષણાથી દેશનાં આશરે ૮૦ કરોડથી વધારે લોકોને લાભ મળશે. તેમણે કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે તે ગરીબોનાં હકનાં પૈસા લૂંટીને ખાય છે.

પીએમ મોદીએ કહ્યું કે,” મેં નિશ્ચય કરી લીધો છે કે દેશનાં ૮૦ કરોડ ગરીબોને મફતમાં રાશન આપતી યોજનાને ભાજપ સરકાર હવે વધુ ૫ વર્ષો માટે વધારશે. તમારા પ્રેમ અને આશીર્વાદે મને હંમેશા પવિત્ર નિર્ણય લેવાની શક્તિ આપે છે.” કોંગ્રેસ પર નિશાન સાધતાં પીએમ મોદીએ કહ્યું કે, ” કોંગ્રેસે ગરીબને છેતર્યા સિવાય કંઈ નથી કર્યું. કોંગ્રેસ ક્યારેય પણ ગરીબોની કદર નથી કરતી. તેથી જ્યાં સુધી કોંગ્રેસ કેન્દ્ર સરકારમાં રહી તે ગરીબોનાં હકનાં પૈસા લૂંટીને ખાતી રહી અને પોતાના નેતાઓની તિજોરી ભરતી રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *