રાજધાની દિલ્હી અને NCR માં હવાના પ્રદુષણની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે.
રાજધાની દિલ્હી અને NCR માં હવાના પ્રદુષણની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, દિલ્હીમાં વાયુ પ્રદુષણનો સૂચકઆંક ભયજનક અને ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. અત્યારે દિલ્હીની હવાની ગુણવત્તાનો સુચકાંક AQI લેવલ ૫૦૦ અંકને પાર પહોંચી ગયો છે.
વર્તમાન સ્થિતીને ધ્યાને રાખીને રાજધાનીમાં ગ્રેપ ફોર લાગુ કરવામાં આવ્યો છે. ગ્રેપ ફોર લાગુ થતા જ દિલ્હીમાં જીવન જરૂરી ચીજ વસ્તુ લઈને જતા ટ્રક સિવાયના ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત પ્રાથમિક શાળાઓ ૧૦ નવેમ્બર સુધી બંધ કરી દેવાઈ છે. સ્કૂલોને પણ ઓનલાઈન શિક્ષણ આપવાની સુચના અપાઈ છે.