આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં નોટબંધીની ૭મી વર્ષગાંઠ અને વિશ્વ શહેરીકરણ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.
આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં નોટબંધીની ૭ મી વર્ષગાંઠ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર, ૨૦૧૬ ના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાના મૂલ્યની ચલણી નોટની માન્યતા રદ કરી અને નોટબંધીની ઘોષણા કરી હતી. નોટબંધીથી દેશભરમાં હડકંપ મચી ગયો હતો. બેંકોની બહાર ૫૦૦ – ૧૦૦૦ રૂપિયાની નોટ બદલાવવા લોકોની લાંબી લાઇનો લાગી હતી. આજે વિશ્વ શહેરીકરણ દિવસ છે. વર્ષ ૨૦૦૮ માં ભારતનું પ્રથમ માનવરહિત અવકાશ મિશન ચંદ્રયાન-૧ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતુ.
૮ નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1945 – હોંગકોંગમાં નૌકા દુર્ઘટનામાં 1550 લોકો મૃત્યુ પામ્યા.
- 1956 – સંયુક્ત રાષ્ટ્રસંઘે તત્કાલિન સોવિયત સંઘને યુરોપીય દેશ હંગેરીમાંથી ખસી જવાની અપીલ કરી.
- 1957 – બ્રિટને ક્રિસમસ ટાપુઓ નજીક પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1967 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1988 – ચીનમાં વિનાશક ભૂકંપમાં 900 લોકો માર્યા ગયા.
- 1992 – જર્મનીની રાજધાની બર્લિનમાં જાતિવાદ વિરુદ્ધ પ્રદર્શનમાં ત્રણ લાખ લોકોએ ભાગ લીધો.
- 1998 – બાંગ્લાદેશમાં દેશના પ્રથમ વડાપ્રધાન શેખ મુજીબુર રહેમાનની હત્યા બદલ 15 લોકોને મૃત્યુદંડ.
- 1999 – રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરે વન-ડે ક્રિકેટ મેચમાં 331 રનની ભાગીદારી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
- 2000 – બિલ ક્લિન્ટનની પત્ની હિલેરી ક્લિન્ટને ન્યૂયોર્ક સીટ જીતીને ઈતિહાસ રચ્યો.
- 2001 – અફઘાનિસ્તાન પર ફરીથી ભયંકર બોમ્બ ધડાકા.
- 2002 – મનીલામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બે દિવસીય બેઠક શરૂ થઈ.
- 2004 – હેગમાં સામાજિક ભાગીદારી વધારવા પર ભારત અને યુરોપિયન સંઘ સહમત થયા.
- 2005 – ભારતે પેલેસ્ટિનિયન સંગઠનોની આતંકવાદી કાર્યવાહી અને ઈઝરાયેલના દમનની ટીકા કરી.
- 2008- ભારતનું પ્રથમ માનવરહિત અવકાશ મિશન ચંદ્રયાન-1 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
- 2013 – ફિલિપાઈન્સના હૈનાન પ્રાંતમાં વિનાશકારી ચક્રવાતને કારણે છ હજાર લોકોના મોત થયા.
- 2016- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કરી, 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોની માન્યતા રદ કરી પાછી ખેંચવામાં આવી. સોમાલિયાના મોગાદિશુમાં કાર બોમ્બ બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે.