આજનો ઇતિહાસ ૧૦ નવેમ્બર

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે જેને શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે પણ ઉજવાય છે. ભારતીય કિસાન સંઘના સ્થાપક દત્તોપંત ઠેંગડીનો જન્મદિન છે.

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે જેને શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે પણ ઉજવાય છે. વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવાય છે. આજે ભારતના રાષ્ટ્રવાદી ટ્રેડ યુનિયનના નેતા અને ભારતીય મઝદૂર સંઘ, સ્વદેશી જાગરણ મંચ, ભારતીય કિસાન સંઘના સ્થાપક દત્તોપંત ઠેંગડીનો જન્મદિન છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે નમ્રતાપૂર્વક પદ્મ ભૂષણનો અસ્વીકાર કર્યો હતો.

વિશ્વ વિજ્ઞાન દિવસ દર વર્ષે ૧૦ નવેમ્બરે ઉજવાય છે. તારીખને શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ વિજ્ઞાનના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે. તેની શરૂઆત વર્ષ ૨૦૦૧ માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૦ નવેમ્બરને વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવા સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપીને કરવામાં આવી હતી. માનવ જીવનને સુખ અને સમૃદ્ધ બનાવવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું અમૂલ્ય યોગદાન છે. સમગ્ર દુનિયામાં દિવસ-રાત વૈજ્ઞાનિક સંશોધન થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *