આજનો ઇતિહાસ ૧૧ નવેમ્બર

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મજયંતિ છે જેને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવાય છે. આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદના જન્મદિનની યાદમાં ઉજવાય છે. ઐતિહાસિક ઘટનાઓની યાદ કરીયે તો વર્ષ ૧૬૭૫ માં ગુરુ ગોવિંદ સિંહને શીખોના ગુરુ બનાવવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૬૬ માં અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સ્પેસક્રાફ્ટ ‘જેમિની-૧૨’ લોન્ચ કર્યું હતુ. તો વર્ષ ૧૯૭૩ માં પ્રથમ આંતરરાષ્ટ્રીય પોસ્ટ સ્ટેમ્પ પ્રદર્શન નવી દિલ્હીમાં શરૂ થયું હતુ. આજે વિતેલા જમાનાની ફિલ્મ અભિનેત્રી માલા સિંહા અને ભારતના ૫૦ મા મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડનો જન્મદિન છે.

રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 

રાષ્ટ્રીય શિક્ષણ દિવસ દર વર્ષે ૧૧ નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, પ્રખ્યાત શિક્ષણવિદ અને સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી અને ભારત રત્ન પુરસ્કારથી સમ્માનિત મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિનની યાદમાં ઉજવવામાં આવે છે. ભારતમાં શિક્ષણના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ ૧૧ નવેમ્બર, ૧૮૮૮ માં થયો હતો. કાયદેસર રીતે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણીની શરૂઆત ૧૧ નવેમ્બર, ૨૦૦૮થી શરૂ કરવામાં આવી છે.

૧૧ નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1208 – ઓટ્ટો વાન વિટલ્સબેક જર્મનીના રાજા તરીકે ચૂંટાયા.
  • 1675 – ગુરુ ગોવિંદ સિંહને શીખોના ગુરુ બનાવવામાં આવ્યા.
  • 1745 – ચાર્લ્સ એડવર્ડ સ્ટુઅર્ટ ઉર્ફે બોની પ્રિન્સ ચાર્લીની સેના ઈંગ્લેન્ડમાં પ્રવેશી.
  • 1809 – બ્રિટિશ આધિપત્ય સામે બળવો કરવા માટે લોકોને આહવાન કરતી એક ઘોષણા જારી કરવામાં આવી હતી જેને ‘કુંડરા ઘોષણા’ તરીકે ઓળખવામાં આવે છે.
  • 1811 – કાર્ટાહેના, કોલંબિયાએ પોતાને સ્પેનથી સ્વતંત્ર જાહેર કર્યું.
  • 1836 – ચિલીએ બોલિવિયા અને પેરુ સામે યુદ્ધની જાહેરાત કરી.
  • 1905 – ધ પ્રિન્સ ઓફ વેલ્સે ધ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમનો શિલાન્યાસ કર્યો.
  • 1918 – પોલેન્ડે પોતાને સ્વતંત્ર દેશ જાહેર કર્યો.
  • 1937 – અમેરિકાના ક્લિન્ટન ડેવિસન અને ઈંગ્લેન્ડના સર જીપી થોમસનને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • 1962 – કુવૈતની નેશનલ એસેમ્બલીએ બંધારણનો સ્વીકાર કર્યો.
  • 1966 – અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સ્પેસક્રાફ્ટ ‘જેમિની-12’ લોન્ચ કર્યું.
  • 1973 – પ્રથમ આંતરરાષ્ટ્રીય પોસ્ટ સ્ટેમ્પ પ્રદર્શન નવી દિલ્હીમાં શરૂ થયું.
  • 1975 – અંગોલાને પોર્ટુગલથી આઝાદી મળી.
  • 1978 – મૌમૂન અબ્દુલ ગયૂમ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા.
  • 1982 – ઇઝરાયેલના સૈન્ય મુખ્યાલયમાં ગેસ વિસ્ફોટમાં 60 લોકો મૃત્યુ પામ્યા.
  • 1985 – એઇડ્સ થીમ પર આધારિત પ્રથમ ટીવી ફિલ્મ ‘એન અર્લી ફ્રોસ્ટ’ અમેરિકામાં પ્રદર્શિત કરવામાં આવી.
  • 1989 – બર્લિનની દિવાલ તોડી પાડવાની શરૂઆત.
  • 1995 – નાઇજીરીયામાં માનવાધિકાર કાર્યકર્તા કેન સારો વિવા અને તેના 8 સાથીઓને ફાંસી આપવાને કારણે નાઇજીરીયાની દુનિયાભરમાં નિંદા.
  • 2000 – ઓસ્ટ્રિયામાં સુરંગમાંથી પસાર થતી ટ્રેનમાં આગ લાગવાથી 180 લોકોના મોત.
  • 2001 – WTOએ દોહા બેઠકમાં ભારતને સમર્થન આપ્યું.
  • 2002 – ઈરાનની સંસદે દેશના કટ્ટર ન્યાયતંત્રની શક્તિઓને ઘટાડવા માટેના બિલને મંજૂરી આપી.
  • 2003 – યુએસ કોંગ્રેસ દ્વારા સીરિયા પર પ્રતિબંધોને મંજૂરી આપવામાં આવી. નવી દિલ્હીમાં સાર્ક માહિતી મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન થયું. નાહામાં ગ્લોબલ ફોરમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
  • 2004 – પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશને યાસર અરાફાતના મૃત્યુની પુષ્ટિ કરી હતી, ત્યારબાદ મહમૂદ અબ્બાસને સંગઠનના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
  • 2007 – અમેરિકન સાહિત્યકાર નારમન મેલરનું અવસાન થયું.
  • 2008 – કોંગ્રેસના વરિષ્ઠ નેતા માર્ગારેટ આલ્વાએ પાર્ટીના મહાસચિવ પદ પરથી રાજીનામું આપ્યું.
  • 2013 – સોમાલિયાના પુન્ટલેન્ડ વિસ્તારમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડાને કારણે 100 લોકો મૃત્યુ પામ્યા.
  • 2014 – પાકિસ્તાનના સખાર પ્રાંતમાં બસ અકસ્માતમાં 58 લોકો માર્યા ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *