ચૂંટણી પ્રચારને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજીવાર તેલંગાણાના હૈદરાબાદમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.. તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજેપીના પ્રચાર માટે બીજી વખત હૈદરાબાદ પહોંચશે.
પ્રધાનમંત્રી સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં બીજી જનસભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને અન્ય અગ્રણી નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.
તેલંગાણામાં ૩૦ નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે ૦૫:૦૦ વાગ્યે જનસભાને સંબોધિત કરશે.