વાંદરા એ ૧૦ વર્ષના બાળકનું પેટ ફાડી નાખ્યું, આંતરડા બહાર કાઢી નાખતા મોત…

ગુજરાતમાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના સલકી ગામમાં વાંદરાઓના ટોળા દ્વારા રમતા 10 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. વાંદરાઓએ તેના પર હુમલો કર્યો. આટલું જ નહીં, વાંદરાઓએ તેનું પેટ ફાડી નાખ્યું અને તેના આંતરડા પણ કાઢી નાખ્યા હતા. ગામના લોકો પીડિત બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ, ડૉક્ટરો તેની સારવાર કરે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર વાંદરાઓનું આ ટોળુ પહેલા પણ ગામના લોકો પર હુમલો કરી ચુક્યું છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પોલીસ અને વન અધિકારીઓનું કહેવું છે કે, પીડિત દીપક ગામમાં તેના મિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યારે વાંદરાઓના ટોળાએ તેના પર હુમલો કર્યો.

વાંદરાઓ 10 વર્ષના બાળકને નિર્દયતાથી મારી નાખ્યો છે. બાળકનું પેટ ફાડીને આંતરડા બહાર કાઢ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે ગુજરાતના ગાંધીનગરના દહેગામ તાલુકાના સાલ્કી ગામમાં બની હતી. વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાનર હુમલો દહેગામ તાલુકાના એક મંદિર પાસે થયો હતો. પીડિતની ઓળખ દીપક ઠાકોર તરીકે થઈ છે. હુમલા બાદ બાળકને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોકટરો તેની સારવાર કરે તે પહેલા તેનું મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *