ફિનલેન્ડે રશિયા સાથેની તેની લાંબી પૂર્વીય સરહદ પરના ૪ ક્રોસિંગ પોઇન્ટ કર્યાં બંધ

ફિનલેન્ડે રશિયા સાથેની તેની લાંબી પૂર્વીય સરહદ પરના ૪ ક્રોસિંગ પોઇન્ટ બંધ કર્યાં.

ફિનલેન્ડે જાહેરાત કરી હતી કે રશિયા સાથેની તેની લાંબી પૂર્વીય સરહદ પરના ૯ માંથી ૪ ક્રોસિંગ પોઇન્ટ શનિવારથી બંધ કરવામાં આવશે. પ્રધાનમંત્રી પેટેરી ઓર્પોએ જણાવ્યું હતું કે; આશ્રય શોધનારાઓના પ્રવાહને રોકવાનો પ્રયાસ છે.

મીડિયા અહેવાલો અનુસાર, આ પગલું ઇરાક, યમન, સોમાલિયા અને સીરિયા જેવા દેશોમાંથી શરણ માંગનારાઓની સંખ્યામાં તીવ્ર વધારાના જવાબમાં લેવામાં આવ્યું છે.

ફિનલેન્ડ રશિયા સાથે ૧૩૪૦ – કિલોમીટરની સરહદ ધરાવે છે, જે રશિયા સાથે EUની બાહ્ય સરહદ તરીકે પણ કામ કરે છે. અહીં માત્ર ૯ ક્રોસિંગ પોઈન્ટ છે, જેમાંથી ૧ માત્ર રેલવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *