ભારત સામે વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીત્યા બાદ મિશેલ માર્શે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકી ફોટો પડાવ્યો હતો. સોશિયલ મીડિયાએ આને ટ્રોફીનું અપમાન અને તેનો ઘમંડ ગણાવ્યો હતો.
ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હરાવીને ઓસ્ટ્રેલિયા ટીમનો અહંકાર આસમાને પહોંચી ગયો છે. કાંગારૂ ટીમના ઓલરાઉન્ડર મિચેલ માર્શના શરમજનક કૃત્યથી લોકો નારાજ છે અને સોશિયલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે. વાસ્તવમાં, ભારત સામેની જીત પછી, મિશેલ માર્શનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફીનું અપમાન કરતો જોવા મળી રહ્યો છે. માર્શનો આ ફોટો જોઈને લોકો ગુસ્સામાં છે.
માર્શે વર્લ્ડ કપ ટ્રોફીનું કર્યું અપમાન!
હવે અમે તમને જણાવીએ કે, માર્શની કઈ ક્રિયાથી લોકોમાં ગુસ્સો છે. વાસ્તવમાં, મેચ જીત્યા પછી, માર્શે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકીને ક્લિક કરેલો ફોટો વાયરલકર્યો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે તેનો આ ફોટો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો છે. આ જોઈને ભારતીય ચાહકો ગુસ્સે થઈ ગયા અને થોડી જ વારમાં આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. સોશિયલ મીડિયા યુઝર્સે ટ્રોફી સાથે માર્શના આ પોઝને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે, તેણે ટ્રોફીનું અપમાન કર્યું છે. માર્શના આ પગલાને લોકો ઓસ્ટ્રેલિયન ટીમનો ઘમંડ ગણાવી રહ્યા છે.
ફાઈનલ મેચમાં માર્શનું બેટ કામ કરી શક્યું ન હતુ
તમને જણાવી દઈએ કે, મિશેલ માર્શે વર્લ્ડ કપ ફાઇનલમાં બેટિંગ કરી ન હતી, પરંતુ તે પોતાની હરકતોથી ચોક્કસ ચર્ચામાં આવી ગયો હતો. માર્શે ફાઇનલ મેચમાં 15 રનની ઇનિંગ રમી હતી. બોલિંગ કરતી વખતે તેણે 2 ઓવર નાંખી અને એકપણ વિકેટ લીધી ન હતી. મિશેલ માર્શને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે, ભારતીય ટીમ એક દિવસ ઓસ્ટ્રેલિયાનું આ ઘમંડ ચોક્કસપણે તોડી નાખશે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને 6 વિકેટે હરાવી વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.
ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો હતો
ભારત સામે ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો ટ્રેવિસ હેડ હતો, જેણે ૧૨૦ બોલમાં ૧૩૭ રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે પોતાની ઇનિંગમાં ૧૫ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા હતા. હેડે આ શાનદાર ઇનિંગ એવી પીચ પર રમી હતી, જ્યાં ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ભારત તરફથી કેએલ રાહુલ (૬૬), વિરાટ કોહલી (૫૪) અને રોહિત શર્મા (૪૭) સિવાય કોઈ પણ બેટ્સમેન સારી ઇનિંગ રમી શક્યો નહોતો. ગિલ, અય્યર, સૂર્યકુમાર યાદવ અને જાડેજાએ તેમની બેટિંગથી નિરાશ કર્યા હતા.