નોટિફિકેશન પ્રમાણે આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ- ૩ ની કેટલીક પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
ગુજરાત સરકારમાં નોકરી માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી પરીક્ષાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન પ્રમાણે આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ- ૩ ની કેટલીક પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
આયોગ દ્વારા ડિસેમ્બર ૨૦૨૩ માં યોજાનારી સાત પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોએ આયોગની વેબસાઈ જોતા રહેવાની વિનંતી કરાવમાં આવે છે.
ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષા, કઈ પરીક્ષા મોકૂફ રખાઈ?
જાહેરાત ક્રમાંક | પરીક્ષાનું નામ |
૫૦/૨૦૨૩-૨૪ | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૨ (GWRDC) |
૫૭/૨૦૨૩-૨૪ | પ્રિન્સિપાલ/સુપ્રિટેન્ડન્ડ (હોમિયોપેથી), વર્ગ -૧ |
૪૯/૨૦૨૩-૨૪ | અધિક મદદનીશ ઇજનેર (યાંત્રીક), વર્ગ-૩ (GWRDC) |
૫૬/૨૦૨૩-૨૪ | નિન્મ વૈજ્ઞાનિક અધિકારી (ખોરાક), વર્ગ-૧ |
૫૫/૨૦૨૩-૨૪ | ઔષધ નિરીક્ષક અધિકારી, વર્ગ-૨ |
૫૧/૨૦૨૩-૨૪ | લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ (GWRDC) |
૫૨/૨૦૨૩-૨૪ | સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, વર્ગ-૩(GWRDC) |
ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષા, કઈ કઈ પ્રાથમિક કસોટીમાં કરાયો ફેરફાર ?
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ ૬ જાહેરાતોની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. આ સંબંધિ ઉમેદવારોએ નોંધ લેવી. જીપીએસસીએ યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૧, ન્યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૨, પેડીયાટ્રીક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૧, બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧, કાર્ડીયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૧ ની પ્રાથમિક પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષા, કઈ પરીક્ષા ક્યારે લેવાશે ?
જાહેરાત ક્રમાંક | પરીક્ષાનું નામ | પરીક્ષાની મોકૂફ તારીખ | નવી સૂચિત તારીખ |
૬૨/૨૦૨૩-૨૪ | યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૧ | ૧૩-૧૨-૨૦૨૩ | ૨૧-૦૨-૨૦૨૪ |
૫૯/૨૦૨૩-૨૪ | ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ -૧ | ૧૩-૧૨-૨૦૨૩ | ૨૧-૦૨-૨૦૨૪ |
૬૦/૨૦૨૩-૨૪ | ન્યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧ | ૧૩-૧૨-૨૦૨૩ | ૨૧-૦૨-૨૦૨૪ |
૬૩/૨૦૨૩-૨૪ | પેડીયાટ્રીક સર્જરીના મદદનીશ પ્રધ્યાપક વર્ગ-૧ | ૧૩-૧૨-૨૦૨૩ | ૨૧-૦૨-૨૦૨૪ |
૬૪/૨૦૨૩-૨૪ | બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧ | ૧૩-૧૨-૨૦૨૩ | ૨૧-૦૨-૨૦૨૪ |
૫૮/૨૦૨૩-૨૪ | કાર્ડીયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-૧ | ૧૩-૧૨-૨૦૨૩ | ૨૧-૦૨-૨૦૨૪ |