આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ આજે વિશ્વ ટીવી દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.
આજે ૨૧ નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ આજે વિશ્વ ટીવી દિવસ છે. અગાઉ ઇડિયટ બોક્સ જેવા દેખાતા મોટા બોક્સ જેવા ટેલિવિઝન હવે સ્માર્ટ ટીવી બની ગયા છે. વર્ષ ૧૮૭૭ માં અમેરિકન પ્રખ્યાત વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને દુનિયા સમક્ષ પ્રથમ ફોનોગ્રાફ રજૂ કર્યો હતો. વર્ષ ૧૯૬૩ માં વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ અને તેમની ટીમે ભારતનો અવકાશ કાર્યક્રમ કેરળના થુમ્બા પ્રદેશમાંથી ‘નાઈક- અપાચે’ નામનું પ્રથમ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. તો વર્ષ ૧૯૯૯ માં ચીને તેનું પ્રથમ માનવરહિત અવકાશયાન ‘શેનઝોઉ’ લોન્ચ કર્યું હતુ. આજે ભારતની મહિલા ક્રાંતિકારી ઉજ્જવલા મજુમદાર , પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક નાઈક યદુનાથ સિંહ અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો જન્મદિન છે.
વિશ્વ ટીવી દિવસ
વિશ્વ ટીવી દિવસ દર વર્ષે ૨૧ નવેમ્બરે ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૧૭ ડિસેમ્બર, ૧૯૯૬ ના રોજ ૨૧ નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે જાહેર કર્યો હતો. સંયુકત રાષ્ટ્રે વર્ષ ૧૯૯૬ માં ૨૧ અને ૨૨ નવેમ્બરે વિશ્વના પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું આયોજન કર્યું હતું. આ દિવસે દુનિયાભરની મીડિયા હસ્તીઓ સંયુક્ત રાષ્ટ્રના છત્ર હેઠળ મળ્યા હતા. આ સભા દરમિયાન ટેલિવિઝનની દુનિયા પર અસરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. વિશ્વને બદલવામાં તેનું શું યોગદાન છે તેની પણ તેમણે ચર્ચા કરી. તેમણે પરસ્પર સહયોગના મહત્વ વિશે ચર્ચા કરી હતી. આ જ કારણ હતું કે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 21 નવેમ્બરની તારીખને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. અગાઉ ઇડિયટ બોક્સ જેવા ડબ્બા ટેલિવિઝ હવે સ્માર્ટ ટીવી બની ગયા છે.
૨૧ નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1877 – અમેરિકન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને દુનિયા સમક્ષ પ્રથમ ફોનોગ્રાફ રજૂ કર્યો.
- 1906 – ચીને અફીણના વેપાર પર પ્રતિબંધ મૂક્યો.
- 1921 – પ્રિન્સ ઓફ વેલ્સ (સમ્રાટ એડવર્ડ આઠમાં) બોમ્બે પહોંચ્યા અને કોંગ્રેસે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી.
- 1947 – આઝાદી પછી પ્રથમ વખત દેશમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.
- 1956 – એક પ્રસ્તાવ લાવીને શિક્ષક દિનને મંજૂરી આપવામાં આવી.
- 1962 – ચીને ભારત-ચીન સરહદ વિવાદ દરમિયાન યુદ્ધવિરામની જાહેરાત કરી.
- 1963 – ભારતનો અવકાશ કાર્યક્રમ કેરળના થુમ્બા પ્રદેશમાંથી રોકેટના પ્રક્ષેપણ સાથે શરૂ થયો. ભારતનું ‘નાઈક- અપાચે’ નામનું પ્રથમ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું.
- 1979 – મુસ્લિમ ઉગ્રવાદીઓએ મક્કામાં કાબા મસ્જિદ પર કબજો કર્યો.
- 1986 – સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકે બંધારણ અપનાવ્યું.
- 1999 – ચીને તેનું પ્રથમ માનવરહિત અવકાશયાન ‘શેનઝોઉ’ લોન્ચ કર્યું.
- 2001 – સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાનમાં વચગાળાના વહીવટની રચનાનો પ્રસ્તાવ મૂક્યો.
- 2002 – મુસ્લિમ લીગ (કાયદ-એ-આઝમ)ના નેતા ઝફરુલ્લા ખાન જમાલી પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટાયા.
- બલ્ગેરિયા, નાટોએ એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા, રોમાનિયા, સ્લોવાકિયા અને સ્લોવેનિયાને સંસ્થાના સભ્ય બનવા આમંત્રણ આપ્યું.
- 2005 – શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે ભૂતપૂર્વ વડા પ્રધાન રત્નાસિરી વિક્રમનાયકેને દેશના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા.
- 2006 – ભારત અને ચીને નાગરિક પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં સંયુક્ત સહયોગ વધારવાનો નિર્ણય કર્યો.
- 2007 – પેપ્સિકોના ચેરમેન ઈન્દ્રા નૂયીને અમેરિકન ઈન્ડિયન બિઝનેસ કાઉન્સિલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા.