વેપારીઓ કહી રહ્યા છે કે, બજારમાં મગફળીની અછત નોંધાઈ હતી જેને કારણે સીંગતેલના ભાવ ઊંચા ગયા હતા, ગ્રાહકોએ કહ્યું હાલ ભાવ ઘટ્યા છે સારી વાત છે.
દિવાળી વાદ ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સીંગતેલના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. વિગતો મુજબ સીંગતેલના ભાવમાં ૭ દિવસમાં ડબ્બે ૧૫૦ રૂપિયાનો ઘટાડો થયો છે. મહત્વનું છે કે, છેલ્લા બે મહિનામાં સીંગતેલના ભાવમાં રૂ.૫૦૦ નો ઘટાડો થયો છે. છેલ્લાં બે મહિનામાં સીંગતેલનો ભાવ રૂ.૩૨૦૦ થી ૨૭૦૦ પહોંચ્યા છે. વધતા જતા ભાવ વચ્ચે સીંગતેલ તેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓને રાહત મળી છે.
રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ હવે સીંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. માહિતી મુજબ છેલ્લા બે મહિનામાં સીંગતેલના ભાવમાં રૂ.૫૦૦ નો ઘટાડો થયો છે. આ તરફ હવે ગૃહિણીઓને મોટી રાહત મળી છે. ગ્રાહકોએ જણાવ્યું છે કે, હાલ ભાવ ઘટ્યા છે સારી વાત છે. આ સાથે ગ્રાહક કહી રહ્યા છે કે, હુ પેહલા એક ડબ્બો લેતો હતો હવે બે ડબ્બા લઈશ. આ તરફ વેપારીઓ કહી રહ્યા છે કે, બજારમાં મગફળીની અછત નોંધાઈ હતી જેને કારણે સીંગતેલના ભાવ ઊંચા ગયા હતા. હાલ દિવાળી બાદ બજારમાં જોઈએ એવી ગ્રાહકી નથી.