આ પ્રસ્તાવમાં સિરિયાના ગોલાન હાઈટ્સ વિસ્તારમાંથી ઈઝરાયલ પોતાનો કબજો હટાવી લેવા મામલે ભારત સહિત ૯૧ દેશોએ તેના સમર્થનમાં મત આપ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયલને લઈ એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં ૧૯૬૭ ના યુદ્ધમાં સિરિયાના ગોલાન હાઈટ્સ વિસ્તાર પર ઈઝરાયલે કબજો કરી લીધો હતો. આ પ્રસ્તાવમાં સિરિયાના ગોલાન હાઈટ્સ વિસ્તારમાંથી ઈઝરાયલ પોતાનો કબજો હટાવી લેવા મામલે ભારત સહિત 91 દેશોએ તેના સમર્થનમાં મત આપ્યો. જ્યારે ૮ દેશોએ તેના વિરૂદ્ધમાં મતદાન કર્યું જ્યારે ૬૨ દેશોએ આ પ્રસ્તાવમાં ભાગ લીધો ન હતો. ઉલ્લેખનીય છે કે, ૧૯૬૭ ના યુદ્ધમાં ઈઝરાયલ દ્વારા સિરિયાના ગોલાન હાઈટ્સ પર કબજો કર્યો હતો.
સયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં બહુમતી દેશોએ ઈઝરાયલએ સિરિયાના ગોલાન હાઈટ વિસ્તાર પરથી પોતાનો કબજો હટાવી લેવાના પક્ષમાં મતદાન કર્યુ હતુ. ભારતે પણ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યો હતો.