પીએમ મોદીએ દુબઈમાં કરી મહત્વની વાત

કલાઈમેટ ચેન્જ એક વૈશ્વિક સમસ્યા : પીએમ મોદી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ COP ૨૮ ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. દુબઈમાં કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂર છે અને સાથે એ પણ સુનિશ્ચિત થવું જરૂરી છે કે ક્લાઈમેટ ચેન્જ સામેની આ લડાઈમાં ગ્લોબલ સાઉથના દેશોના હિતોની સાથે કોઈ છેડછાડ ન થાય.

દુબઈની એક ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરતા સમયે પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ભારત એક માત્ર દેશ છે જેણે રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન માટે તેમણે નિર્ધારિત કરેલા લક્ષ્યને પૂર્ણ કર્યું છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ એક વૈશ્વિક સમસ્યા છે અને તેના વિરુદ્ધ લડવા માટે આખી દુનિયાને એક થઈને કામ કરવું પડશે. ઉપરાંત આ પરિસ્થિતિ સામે લડવા આ પણ મહત્વનું છે કે, વિકાસશીલ દેશોને સમસ્યા સર્જતા દેશો તરીકે ન આંકવા. વિકાસશીલ દેશો પણ આ સમસ્યાના ઉકેલ માટે જરૂરી યોગદાન આપી રહ્યા છે, પરંતુ તેમને નાણાકીય અને તકનીકી મદદ આપ્યા વિના આ બનશે નહિ. આ કારણે જ મેં હંમેશા હિમાયત કરી છે કે, કલાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે નાણાકીય અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે વૈશ્વિક સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે.

ભારતની પાંચ મહત્વાકાંક્ષી પ્રતિબદ્ધતાઓ વિશે કરી વાત 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, COP૨૭ કોન્ફરન્સ દરમિયાન, મેં કલાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે પંચામૃત નામની ભારતની પાંચ મહત્વાકાંક્ષી પ્રતિબદ્ધતાઓ આપી હતી. જેમાં ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા સુધી પહોંચવું, ૨૦૩૦ સુધીમાં નવીનીકરણીય ઉર્જામાંથી ભારતની ૫૦ % ઊર્જા જરૂરિયાતો હાંસલ કરવી, ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનને એક અબજ ટન સુધી મર્યાદિત કરવું, ૨૦૩૦ સુધીમાં ૪૫ % દ્વારા કાર્બન આધારિત અર્થવ્યવસ્થા વિકસાવવી અને વર્ષ ૨૦૭૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનને શૂન્ય સુધી ઘટાડશે જેવી પ્રતિબદ્ધતાઓ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *