થલતેજ ના શાંગ્રિલા બંગ્લોઝ માં રહેતા આઈપીએસ અધિકારી રાજન સુસરા અમદાવાદમાં જ હતા, તેઓ વહેલી સવારે ઉઠ્યા ત્યારે તેમણે જ તેમના પત્ની શાલુબેન ને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોયા, અને આપઘાત મામલે પોલીસને જાણ કરી.
અમદાવાદના થલેતેજ વિસ્તારમાં આવેલા શાંગ્રિલા બંગ્લોઝના ઘરમાં આઈપીએસ અધિકારી રાજન સુસરાના પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાના સમાચારથી પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો, બોડક દેવ પોલીસ ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા શાંગ્રિલા બંગ્લોઝમાં રહેતા આઈપીએસ રાજન સુસરાના પત્ની શાલુબેન આજે વહેલી સવારે તેમના ઘરમાં જ ગળેફાંસો લગાવેવી હાલતમાં મળી આવ્યા હતા, આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, અને લાસ નીચે ઉતારી પીએમ માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યા છે.