યૂટ્યૂબ પર ખોટી થંબનેઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. ગેરકાયદાકીય રીતે કમાણી કરવાનો એક ગંભીર મુદ્દો માનવામાં આવી રહ્યો છે, જેની સામે ભારત સરકારે એક મોટી સ્ટ્રાઈક કરી છે.
યૂટ્યૂબ પર પ્રસિદ્ધિ મેળવવા અને લાઈક્સ તથા કમેન્ટ મેળવવા માટે યૂટ્યૂબ પર ક્લિકબેટ અને ખોટી થંબનેઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અફવાઓ અને ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે. આ બાબતને ગેરકાયદાકીય રીતે કમાણી કરવાનો એક ગંભીર મુદ્દો માનવામાં આવી રહ્યો છે, જેની સામે ભારત સરકારે એક મોટી સ્ટ્રાઈક કરી છે.
કેન્દ્ર સરકારે અગાઉ પણ યૂટ્યૂબ પર ખોટા સમાચારની મદદથી થતી કમાણી બાબકે ચિંતા વ્યક્ત કરીને અનેક ચેનલ લિસ્ટેડ કરી હતી. ૧ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ PIBએ આ પ્રકારની ૨૬ યૂટ્યૂબ ચેનલનો પર્દાફાશ કર્યો હતો, જે ગેરકાયદાકીય અને ખોટી સૂચનાઓ પ્રકાશિત કરતી હતી.
કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રાલયે સૂચના પ્રૌદ્યોગિકી નિયમ, ૨૦ હેઠળની જોગવાઈ હેઠળ ૧૨૦ થી વધુ યૂટ્યૂબ ચેનલ બ્લોક કરી છે.