‘આદિત્ય L1 મિશન’ એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કર્યું, ઈસરો એ શેર કરી પ્રથમ તસવીર

આદિત્ય સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX) પેલોડે પોતાનું ઓપરેશન શરૂ કરી દીધુ, ઈસરો એ જણાવ્યું કે, STEPSએ ૧૦ સપ્ટેમ્બરના રોજ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું.

સૂર્યના અભ્યાસ કરવા સાથે સબંધિત ભારતનું મહત્વાકાંક્ષી મિશન ‘આદિત્ય L1’ અંગે એક મોટું અપડેટ સામે આવ્યુ છે. હવે આદિત્ય-L1 એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કરી દીધુ છે. ઈસરો એ આ ડેવલપમેન્ટની માહિતી આપી છે.

ઈસરો એ જણાવ્યું કે, સેટેલાઈટ પર હાજર આદિત્ય સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX) પેલોડે પોતાનું ઓપરેશન શરૂ કરી દીધુ છે અને સામાન્ય રૂપે કામ કરી રહ્યું છે. ASPEXમાં બે ઉપકરણ, સોલર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર (SWIS) અને સુપ્રાર્થમલ એન્ડ પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર ( STEPS) સામેલ છે.

ઈસરો એ જણાવ્યું કે, STEPSએ ૧૦ સપ્ટેમ્બરના રોજ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું જ્યારે SWIS ઉપકરણ આજે એક્ટિવ થઈ ગયુ અને તેણે ઓપટિમલ પર્ફોર્મન્સ નોંધાવ્યુ છે. સ્પેસ એજન્સીએ X પર એક તસવીર પણ શેર કરી છે જે નવા પેલોડ દ્વારા કેપ્ચર કરવામાં આવેલા પ્રોટોન અને અલ્ફા પાર્ટિકલની સંખ્યામાં એનર્જી વેરિએશનને દર્શાવે છે. ૨ સપ્ટેમ્બરના રોજ ઈસરો નું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આદિત્ય-L1 પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ (L-1) પર પહોંચીને સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *