આખરે ૬ વર્ષ બાદ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર ફરી એકસાથે કરશે કામ

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર OTT પ્લેટફોર્મ પર એકસાથે આવશે નજર

કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા લાંબા સમયથી નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.કપિલ શર્માએ પોતાના ટીવી શોથી દર્શકોને ખૂબ હસાવ્યા છે.પરંતૂ આ શો માં કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના ચાહકો લાંબા સમયથી આ જોડીને એકસાથે જોવાની રાહ જોઈ રહ્યા હતા. આખરે હવે દર્શકોની આ રાહનો અંત આવ્યો છે. ગુત્થી ફેમ સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા ફરી એકવાર પોતાની આખી ટીમ સાથે નવા શોમાં આવવા માટે તૈયાર છે.

કપિલ શર્મા હાલમાં કહેતો જોવા મળ્યો હતો કે – ‘ઘર બદલાઈ ગયું છે, પરિવાર નહીં.’ થોડા સમય પહેલા તેના નિવેદનનો અર્થ સ્પષ્ટ થઈ ગયો હતો અને હવે તે દર્શકો માટે એક મોટું આશ્ચર્ય છે. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી એકવાર સાથે જોવા મળશે.

નેટફ્લિક્સે વીડિયો શેર કર્યો

હાલમાં નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.હાલમાં નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.  વીડિયો શેર કરતાં નેટફ્લિક્સે કેપ્શનમાં લખ્યુ છેકે,’દિલ થામ કે બેઠિયે જીસ ગાડી કા આપકો ઇંતજાર થા વો આ ગઇ હૈ’

આ વીડિયોમાં કપિલ શર્મા સુનિલ ગ્રોવર સાથે નજર આવી રહ્યાં છે. આ દરમિયાન બંને હસી-મજાક કરતા જોવા મળે છે. ધીરે ધીરે શોના અન્ય સભ્યો એટલે કે, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, રાજીવ ઠાકુર અને અર્ચના પુરણ સિંહ પણ આવી જાય છે. આ બધા એકસાથે ગમમ્ત કરતાં જોવા મળે છે.

કપિલ અને સુનીલ વચ્ચે શું હતો વિવાદ?

વર્ષ ૨૦૧૭ માં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે વિવાદ થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ની ટીમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક શોમાંથી પરત ફરી રહી હતી. ત્યારબાદ સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે ફ્લાઈટમાં કોઈ મુદ્દાને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે તે પછી બંનેએ ક્યારેય સાથે કામ કર્યું નથી પરંતુ હવે દર્શકોનું મનોરંજન કરવા માટે ચાહકો આ જોડીને ફરીથી સાથે જોઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *