૨૦૦ વિધાનસભા બેઠકો ધરાવતા રાજસ્થાનમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, રાજ્યમાં ૨૫ નવેમ્બરે યોજાયેલ મતદાનમાં ૭૪.૧૩ ટકા મતદાન નોંધાયું હતું.
રાજસ્થાનમાં કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યની ૧૯૯ વિધાનસભા બેઠકો માટે ૨૫ નવેમ્બરે થયેલા મતદાનનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. ૨૦૦ વિધાનસભા બેઠકો ધરાવતા રાજસ્થાનમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. રાજસ્થાનમાં અગાઉ ૨૦૧૮ માં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે ૨૦૧૩ ની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથે જીતી હતી. રાજ્યમાં ૨૫ નવેમ્બરે યોજાયેલ મતદાનમાં ૭૪.૧૩ ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં બહુમતી મેળવવાનો આંકડો ૧૦૦ છે.
૧૦:૧૭ લાઈવ અપડેટ્સ| તમામ ૧૯૯ સીટોના ટ્રેન્ડમાં ભાજપ આગળ
રાજસ્થાનમાં તમામ૧૯૯ સીટોનો ટ્રેન્ડ જાહેર થઈ ગયા છે જેમા શરુઆતના ટ્રેન્ડમાં ભાજપ ૧૦૩ સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ ૭૪ સીટો પર આગળ છે. આ સિવાય અન્ય ૨૨ સીટો પર આગળ છે. આ શરુઆતના ટ્રેન્ડમાં જોંટવાડા વિધાનસભા બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા રાજ્ય વર્ધન સિંહ રાઠોડ પાછળ ચાલી રહ્યા છે જ્યારે બીજા રાઉન્ડની મતગણતરી પૂરી થયા બાદ કોંગ્રેસના અભિષેક ચૌધરી ૫ હજારથી વધુ મતોથી આગળ છે અને ટોંકના સચિન પાયલટ પણ બીજા રાઉન્ડની મત ગણતરીમાં આગળ ચાલી રહ્યા છે.