મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામો લાઈવ અપડેટ્સ

૨૩૦ વિધાનસભા બેઠકો ધરાવતા મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે, હાલમાં રાજ્યમાં ભાજપની સરકાર અને શિવરાજ મુખ્યમંત્રી છે.

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ જશે. ત્યારે, તેના માટે મતગણતરી હાથ ધરાઈ છે. તો ૮ વાગ્યાથી ચૂંટણી વલણો પણ આવવાના શરૂ થઈ ગયા હતા. ૨૩૦ વિધાનસભા બેઠકો ધરાવતા મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. મધ્યપ્રદેશમાં અગાઉ ૨૦૧૮ માં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં સૌથી વધુ બેઠકો મેળવનાર કોંગ્રેસે BSP, SP અને અપક્ષોના સમર્થનથી રાજ્યમાં સરકાર બનાવી હતી. જોકે ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં બળવો કરી પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થતા કોંગ્રેસની કમલનાથ સરકાર ૧૫ મહિનામાં પડી ભાંગી હતી. જ્યારે ૨૦૧૩ ની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથે જીતી થઈ હતી. મધ્યપ્રદેશમાં બહુમતી મેળવવાનો આંકડો ૧૧૬ છે.

મધ્યપ્રદેશમાં ફરી ભાજપની સરકાર બનતી દેખાતા શિવરાજ સિંહ ચૌહાણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. આ જનતા જનાર્દનનો વિજય છે. ભાજપના તમામ ઉમેદવારોને હું શુભેચ્છા પાઠવવા માગુ છું.  ભાજપના કાર્યાલયે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ વી.ડી. શર્માએ  કહ્યું કે મધ્યપ્રદેશના લોકોના મનમાં મોદી વસે છે અનેે મોદીના મનમાં મધ્યપ્રદેશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *