સુખદેવ સિંહને ગોળી મારવામાં આવી તે સમયે તે પોતાના જયપુરના શ્યામનગર સિંહ આવાસ પર હાજર હતા.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. હુમલામાં બે લોકો ગંભીર રુપે ઇજાગ્રસ્ત છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જે સમયે સુખદેવ સિંહને ગોળી મારવામાં આવી તે સમયે તે પોતાના જયપુરના શ્યામનગર સિંહ આવાસ પર હાજર હતા. હુમલાખોરો સ્કુટર પર આવ્યા હતા. તેમને નજીકની મેટ્રો હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.