આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે હોમગાર્ડ સ્થાપના દિવસ અને બાબરી મસ્જિદ ધ્વસં દિવસ છે.
૬ ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ ઉજવાય છે. વર્ષ ૧૯૬૨ માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધી દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટીતંત્રને મદદ કરવા માટે આ સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી. તેને હોમગાર્ડને ભારતીય ગૃહ રક્ષક પણ કહેવાય છે. એવું કહેવાય છે કે, ૬ ડિસેમ્બર ૧૯૬૨ ના રોજ ચીન દ્વારા ભારત પર હુમલો હોમગાર્ડ સ્થાપના પાછળનું એક કારણ હતું. હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે. દેશમાં હોમગાર્ડનો કાર્યક્ષેત્ર ગૃહ મંત્રાલય હેઠળના તમામ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યો માટે નિર્ધારિત છે. માત્ર ૨૦૦૦ થી મર્યાદિત સંખ્યાથી શરૂ કરાયેલા હોમગાર્ડ યુનિટમાં હાલ લગભગ દોઢ લાખથી વધારે હોમગાર્ડ કાર્યરત છે.
આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે. દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ ૧૯૪૬ માં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી.
આજે બાબરી મસ્જિદ ધ્વંસ દિવસ છે. વર્ષ ૧૯૯૨ માં અયોધ્યામાં વિવાદિત બાબરી મસ્જિદનું માળખું તોડી પાડવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ ફાટી નીકળેલી હિંસામાં લગભગ ૪૦૦ લોકો માર્યા ગયા હતા. બાબરી મસ્જિદનું નિર્માણ મુઘલ સમ્રાટ બાબરના આદેશ પર તેના ગવર્નર મીર બાકી દ્વારા કરવામાં આવ્યું હતું.
આજે ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને પરમવીર ચક્રથી સમ્માનિત મેજર હોશિયાર સિંહ દહિયાની પૃણ્યતિથિ છે.
૬ ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2012 – ઇજિપ્તમાં પ્રદર્શન દરમિયાન સાત લોકો માર્યા ગયા અને 770 ઘાયલ થયા.
- 2007 – ઓસ્ટ્રેલિયન શાળાઓમાં હવે શીખ વિદ્યાર્થીઓને કિરપાન અને મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવાની છૂટ મળી.
- 2002 – સ્પેનના કાર્લોસ મોયાને ‘ATP યુરોપિયન પ્લેયર ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો.
- 1999 – ઇન્ડોનેશિયાની જેલમાંથી 283 કેદીઓ ભાગી ગયા.
- 1998 – બેંગકોકમાં 13મી એશિયન ગેમ્સ શરૂ થઈ, સ્વીડન ઇટાલીને હરાવીને સતત બીજી વખત ડેવિસ કપ વિજેતા બન્યું. હ્યુગો શાવેઝ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવ્યા.
- 1997 – ક્યોટો (જાપાન)માં આંતરરાષ્ટ્રીય જળવાયુ પરિષદ શરૂ થઈ.
- 1992 – બાબરી ધ્વંસ. અયોધ્યાની વિવાદિત બાબરી મસ્જિદનું માળખું તોડી પાડવામાં આવ્યું. હિંસામાં લગભગ 400 લોકો માર્યા ગયા હતા.
- 1990 – યુદ્ધ ટાળવાના પ્રયાસરૂપે, ઇરાકી પ્રમુખ સદ્દામ હુસૈને ઇરાક અને કુવૈતમાં રાખવામાં આવેલા તમામ વિદેશી બંધકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો.
- 1983 – ઇઝરાયેલની રાજધાની જેરૂસલેમમાં બસ બ્લાસ્ટમાં છ નાગરિકોના મોત થયા.
- 1978 – યુરોપિયન દેશ સ્પેનમાં બંધારણ અપનાવવામાં આવ્યું.
- 1946 – હોમગાર્ડ સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
- 1926 – ફિરાક ગોરખપુરીને તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆતમાં બ્રિટિશ સરકારના રાજકીય કેદી બનાવવામાં આવ્યા હતા.
- 1917 – ફિનલેન્ડે રશિયાથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
- 1907 – ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સંબંધિત લૂંટની પ્રથમ ઘટના ચિંગરીપોટા રેલ્વે સ્ટેશન પર બની હતી.