પાકિસ્તાન દ્વારા આ સન્માન મેળવનાર ધર્મગુરુ સૈયદના સાહેબ ચોથા ભારતીય, આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે જેમણે વૈશ્વિક સ્તરે નેતૃત્વ કર્યું છે અને અસાધારણ પ્રતિભા દર્શાવી છે.
પાકિસ્તાને એક ભારતીયને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન એનાયત કર્યું છે. મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ સૈયદનાનું સન્માન કર્યું હતું. આ દરમિયાન સિંધના ગવર્નર કામરાન ટેસોરી અને વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની પણ હાજર હતા. પાકિસ્તાન દ્વારા આ સન્માન મેળવનાર તે ચોથા ભારતીય છે. આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે જેમણે વૈશ્વિક સ્તરે નેતૃત્વ કર્યું છે અને અસાધારણ પ્રતિભા દર્શાવી છે. આ સન્માન માનવતાવાદી કાર્ય માટે પણ આપવામાં આવે છે. પાકિસ્તાને ૧૯૯૦ માં પૂર્વ પીએમ મોરારજી દેસાઈ, ૧૯૯૮ માં અભિનેતા દિલીપ કુમાર અને ૨૦૨૦ માં કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને પણ આ સન્માન આપ્યું હતું.
સૈયદના સૈફુદ્દીનના કાર્યાલયે જણાવ્યું હતું કે, તેમને આ સન્માન આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે તેમના યોગદાન માટે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમને વિશ્વમાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે પણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ સૈયદનાના વખાણ કર્યા અને કહ્યું કે, તેમણે પાકિસ્તાનમાં ઘણા જુદા જુદા પ્રયાસો કર્યા છે. આનાથી દેશના સામાજિક-આર્થિક વિકાસને વેગ મળ્યો છે. પાકિસ્તાન સરકાર અને દાઉદી બોહરા સમુદાયના આમંત્રણ પર સૈયદના 20 નવેમ્બરે પાકિસ્તાન પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કરાચી યુનિવર્સિટીમાં સૈયદના સૈફુદ્દીન સ્કૂલ ઓફ લોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પાકિસ્તાનમાં બોહરા સમુદાયની વસ્તી પણ ઓછી છે અને તે ખાસ કરીને કરાચીમાં હાજર છે. કરાચીમાં બોહરા સમુદાયની એક સંસ્થા પણ છે.
મુફદ્દલ સૈફુદ્દીન તે એક ધાર્મિક નેતા છે અને મિલિયન દાઉદી બોહરા અનુયાયીઓનો ૫૩ માં દાઈ અલ-મુતલક છે, જે દાઉદી બોહરા સંપ્રદાયનો પેટાજૂથ છે, જે ઈસ્લામની ઈસ્માઈલી શિયા શાખા છે. તે મોહમ્મદ બુરહાનુદ્દીના બીજા પુત્ર છે, જે ૫૨ માં દાઈ અલ-મુતલક છે. જેમને તેમણે ૨૦૧૪ માં પોતાના અનુગામી તરીકે નિયુક્ત કર્યા હતા. સૈફુદ્દીને ઘણી સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક પહેલનું નેતૃત્વ કર્યું છે. ઇજિપ્તની રાજધાની કૈરોમાં તેમણે અહલુલબાયત ( પયગંબર મુહમ્મદના પરિવાર ) સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળોનું પુનઃનિર્માણ કર્યું અને ૧૦૦૦ વર્ષ જૂના ફાતિમી સ્થાપત્યના પુનઃસંગ્રહનું નેતૃત્વ કર્યું. ખાસ કરીને અલ-અનવર મસ્જિદ, (જામેય અકમર). અકમાર મસ્જિદ, (જામે જુયુશી) અલ-જુયુશી મસ્જિદ અને (જામે લુલુવા) લુલુઆ મસ્જિદ. યમનમાં તેમણે હારાઝ પ્રદેશના રહેવાસીઓની સામાજિક-આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવા, ટકાઉ ખેતી પ્રણાલી રજૂ કરવા, સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને બાળકોને શિક્ષણની સમાન ઍક્સેસ પ્રદાન કરવા માટે અનેક ઝુંબેશનું નેતૃત્વ કર્યું છે.