ગુજરાત રાજ્યમાં માવઠાંની અસર ઓછી થયા બાદ ઠંડીના ચમકારામાં હવે વધારો થઈ રહ્યો છે. નલિયામાં ગત રાત્રિ ૧૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ગઈકાલે ૧૭.૫ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે ભુજમાં ૧૫.૨, ડીસામાં ૧૫.૮, રાજકોટમાં ૧૬.૬, ગાંધીનગરમાં ૧૭, કંડલામાં ૧૮, અમરેલી ૧૮.૨, પોરબંદરમાં ૧૮.૮, વડોદરામાં ૧૯.૯, ભાવનગરમાં ૨૦.૧ અને સુરતમાં ૨૦.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૭ દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર થવાની તેમજ કમોસમી વરસાદ પડવાની શક્યતા નહિવત છે.