પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તરાખંડના દેહરાદૂનમાં ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં આયોજિત ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૩ નું ઉદ્ઘાટન કરશે.
શાંતિ અને સમૃદ્ધિની થીમ પર બે દિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૩ એ ઉત્તરાખંડને રોકાણના નવા સ્થળ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક પગલું છે. આ સમિટમાં વિશ્વભરમાંથી હજારો રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે.