તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાની સદસ્યતા રદ્દ, સંસદમાં પૈસા લઈને સવાલ પૂછવા અંગે લેવાયા એક્શન.
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઈત્રાની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. મહુઆ મોઈત્રા પર આરોપ હતો કે તેઓ સંસદમાં સવાલ પૂછવા માટે ઉદ્યોગપતિ પાસેથી લે છે, અને એવા સવાલ પૂછે છે જેનાથી પૈસા આપનારને ફાયદો થાય. આ આરોપ બાદ એથિક્સ કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટીએ તપાસ બાદ મહુઆને દોષિત સાબિત કર્યા છે.
મહુઆએ લોકસભાની બહાર મીડિયા સાથે વાતચીતમાં સ્વીકાર્યું હતું કે તેમણે સંસદમાં સવાલ પૂછવાની IDના લૉગિન પાસવર્ડ શેર તો કર્યા હતા પણ તેઓ કહી રહ્યા છે કે એવો કોઈ નિયમ નથી કે પાસવર્ડ શેર કરો એટલે સદસ્યતા રદ્દ કરી શકાય. મહુઆએ વધુમાં કહ્યું કે મોદી સરકાર મને અદાણી મામલે ચૂપ કરાવી દેવા માંગે છે.