આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે.
આજે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે. ભ્રષ્ટાચાર એ વિશ્વ વ્યાપી સમસ્યા છે. ભ્રષ્ટાચારના દૂષણને નાબૂદ કરવા માટે અને લોકોને ભ્રષ્ટાચાર સામે લડવા માટે જાગૃત કરવા આ દિવસ ઉજવાય છે. ભ્રષ્ટાચાર સંબંધિત વૈશ્વિક દેશોની યાદીમાં ભારત ૮૫ માં ક્રમે છે, જે દર્શાવે છે કે લોકશાહી દેશ ગણાતા ભારતમાં પણ ભ્રષ્ટાચારની સમસ્યા અત્યંત ગંભીર છે.
આજે કોંગ્રેસ નેતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધીનો જન્મદિન છે.
વર્ષ ૧૯૪૬ માં બંધારણ સભાની પ્રથમ બેઠક નવી દિલ્હીના બંધારણીય સભાખંડમાં મળી હતી.
વર્ષ ૧૯૪૧ માં ચીને જાપાન, જર્મની અને ઇટાલી સામે યુદ્ધની ઘોષણા કરી હતી.
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ દર વર્ષે ૯ ડિસેમ્બરે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. ૩૧ ઓક્ટોબર, ૨૦૦૩ ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ ભ્રષ્ટાચાર વિરોધી સમજૂતી પસાર કર્યો અને ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા હેતુ આ દિવસ ઉજવાય છે. ભ્રષ્ટાચાર અને તેની સામે લડવા અને અટકાવવામાં સંગઠનની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે ૯ ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે પણ નિર્ધારત કરવામાં આવ્યો છે. આ સમજૂતી ડિસેમ્બર ૨૦૦૫ માં અમલમાં આવી હતી. વિવિધ ક્ષેત્રોમાં અલગ-અલગ રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. ભારતમાં પણ તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારની સમસ્યા બહુ ગંભીર છે.
CPI (ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક)ના રિપોર્ટ અનુસાર દુનિયાના ૧૮૦ દેશોની યાદીમાં ભ્રષ્ટાચારના મામલે ભારત ૪૦ અંક સાથે ૮૫ ક્રમે છે. વર્ષ ૨૦૨૧ માં ભારત આ યાદીમાં ૮૬ ક્રમેથી સુધરીને ૮૫ ક્રમે આવ્યુ હતુ. દુનિયામાં સૌથી વધુ ભ્રષ્ટ દેશમાં સોમાલિયા, સીરિયા અને દક્ષિણ સુદાનનો સમાવેશ થાય છે. તો સૌથી ઓછો ભ્રષ્ટાચાર થતો હોય તેવા દેશોમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, ન્યુઝીલેન્ડ છે.
૯ ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2013 – ઇન્ડોનેશિયામાં બિનટારોની પાસે ટ્રેન અકસ્માતમાં સાતના મોત અને 63 ઘાયલ.
- 2012 – મેક્સિકોમાં પ્લેન ક્રેશમાં સાત લોકોના મોત થયા.
- 2011 – આગ અને ઝેરી ધુમાડાથી ઘેરાયેલી કોલકાતાની AMRI હોસ્પિટલમાં ‘રામ્યા રાજન’ અને ‘P.K. વિનીતાએ માનવતા અને બહાદુરીનું અનુપમ ઉદાહરણ રજૂ કર્યું. તેમના જીવની પરવા કર્યા વિના, બંનેએ આઠ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, પરંતુ અન્ય દર્દીને બચાવવાના પ્રયાસમાં તેમણે જીવ ગુમાવ્યો.
- 2008 – ઈસરો એ યુરોપના પ્રખ્યાત સેટેલાઇટ સિસ્ટમ નિષ્ણાત EADM Astraeus માટે એક ઉપગ્રહ બનાવ્યો.
- 2007 – ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ પાકિસ્તાન સરકાર સાથેના તમામ સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી.
- 2006 – પાકિસ્તાને પરમાણુ સક્ષમ મધ્યમ અંતરની મિસાઈલ ‘હતફ-3 ગઝનવી’નું પરીક્ષણ કર્યું.
- 2003 – રશિયામાં મોસ્કોના મધ્ય ભાગમાં થયેલા વિસ્ફોટમાં છ લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા.
- 2002 – જોન સ્નો અમેરિકાના નવા નાણાંમંત્રી બન્યા.
- 2001 – યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના વડાપ્રધાન તરીકે શપથ લીધા; તાલિબાનમાં નોર્ધન એલાયન્સનું પ્લેન ક્રેશ, 21ના મોત.
- 2000 – દક્ષિણ કોરિયાનો દરજ્જો વિકાસશીલ દેશથી વધારીને વિકસિત દેશમાં કરવામાં આવ્યો.
- 1998 – રશિયાએ આર્ક્ટિક સમુદ્રમાં વિધ્વંસક પરમાણુ પરીક્ષણો કર્યા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડીઓ શેન વોર્ન અને માર્ક વોએ એક ભારતીય બુકી પાસેથી 1994માં પાકિસ્તાન સિરિઝ પર લાંચ લેવાનું સ્વીકાર્યું.
- 1992 – પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાએ ઔપચારિક રીતે તેમના અલગ થવાની જાહેરાત કરી.
- 1946 – બંધારણ સભાની પ્રથમ બેઠક નવી દિલ્હીના બંધારણીય સભાખંડમાં મળી હતી.
- 1941 – ચીને જાપાન, જર્મની અને ઇટાલી સામે યુદ્ધની ઘોષણા કરી.
- 1931 – જાપાની સેનાએ ચીનના જેહોલ પ્રાંત પર હુમલો કર્યો.
- 1924 – હોલેન્ડ અને હંગેરી વચ્ચે વેપાર સંધિ પર હસ્તાક્ષર.
- 1917 – જનરલ એલનબીના નેતૃત્વમાં બ્રિટિશ દળોએ જેરુસલેમ પર કબજો કર્યો.
- 1910 – ફ્રેન્ચ દળોએ મોરોક્કન બંદર શહેર અગાદિર પર કબજો કર્યો.
- 1898 – બેલુર મઠની સ્થાપના.
- 1873 – મહામહિમ જ્યોર્જ બેરિંગ, વાઈસરોય અને ભારતના ગવર્નર જનરલે ‘મ્યુર કોલેજ’નો શિલાન્યાસ કર્યો.
- 1762 – બ્રિટિશ સંસદે પેરિસ સંધિનો સ્વીકાર કર્યો.
- 1625 – હોલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે લશ્કરી સંધિ પર હસ્તાક્ષર થયા.