અમદાવાદ શહેરમાં EWS અંતર્ગત આવાસના હપ્તા માટે સેટલમેન્ટ યોજના, કેટલાક લાભાર્થીઓ દ્વારા હજી સુધી માસિક હપ્તાની ચૂકવણી બાકી.
અમદાવાદ શહેરમાં EWS-વામ્બે આવાસ યોજનાના મકાનધારકોના બાકી હપ્તાને લઇ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ શહેરમાં EWS અંતર્ગત આવાસના હપ્તા માટે સેટલમેન્ટ યોજના બહાર પડાઈ છે. વિગતો મુજબ ઔડાના EWS અને વામ્બે આવાસના ૨૫૧૦ ધારકોના હપ્તાની રકમ બાકી હોવાથી મકાન ધારકો બાકી હપ્તા ચૂકવે તે માટે વન ટાઇમ સેટલમેન્ટ કરાશે.
અમદાવા શહેરમાં ઔડા દ્વારા વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૮ સુધીમાં EWS અને વામ્બે આવાસ યોજનાના મકાનો બનાવાયા હતા. જોકે કેટલાક લાભાર્થીઓ દ્વારા હજી સુધી માસિક હપ્તાની રકમ ભરાઇ નથી. જેને લઈ હવે ઔડાની મળેલી બોર્ડ બેઠકમાં બાકી હપ્તાને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આવાસના હપ્તા માટે સેટલમેન્ટ યોજના બહાર પડાઈ છે. મકાન ધારકો એક સાથે પૈસા ચૂકવે તો ૧૦૦ % પેનલ્ટી માફ કરાશે.
અમદાવાદ શહેરમાં ઔડાની વન ટાઇમ સેટલમેન્ટ યોજના બહાર પાડવામાં આવી છે. ઔડાની EWS અને વામ્બે આવાસના ૨૫૧૦ મકાનધારકો હપ્તાની રકમ બાકી છે. જેને લઈ ઔડાની બોર્ડ બેઠકમાં બાકી હપ્તાને લઇ લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરવામાં આવી. જે જેમાં લાભાર્થી એક સાથે માસિક હપ્તાની તમામ રકમની ચુકવણી કરે તો રાહત અપાશે. એક સાથે બાકી હપ્તાની રકમ ચૂકવે તો ૧૦૦ % વ્યાજ માફી અપાશે.