ચીનનું ગંભીર કારસ્તાન, ફિલિપાઈન્સના જહાજને મારી ટક્કર, સૈનિકો વચ્ચે મારામારી

ચીની જહાજે તેમના જહાજને જાણીજોઈને ટક્કર મારી હોવાનો ફિલિપાઈન્સ તટરક્ષક દળનો આક્ષેપ, ફિલિપાઈન્સે આરોપ લગાવ્યો કે, એક દિવસ પહેલા પણ ચીને વિવાદ શોલમાં આવી જ હરકતો કરી હતી.

ચીનના કોઈ એક દેશ સાથે નહીં પણ અનેક દેશો સાથે સરહદ અને સમુદ્ર મામલે વિવાદો થતા રહે છે, ત્યારે ચીનની વધુ એક ગંભીર કરતુત સામે આવી છે. આજે રવિવારે ચીનનું જહાજ ફિલિપાઈન્સના જહાજ સાથે ટકરાયું છે, એટલું જ નહીં ત્યારબાદ બંને દેશોના ગુસ્સે થયેલા સૈનિકો વચ્ચે છુટા હાથની મારામારી પણ થઈ છે. ચીને જાણીજોઈને ટક્કર મારી હોવાનું તેમજ ફિલિપાઈન્સના જહાજને આગળ જતું અટકાવ્યું હોવાનો આક્ષેપ થયો છે.

ચીની જહાજે ફિલિપાઈન્સના ૩ જહાજો પર પાણીનો મારો કર્યો

ફિલિપાઈન્સના તટરક્ષકોએ આરોપ લગાવ્યો કે, ચીની તટરક્ષક દળનું જહાજ આજે વિવાદીત શોલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશી તેના ત્રણ જહાજો પર પાણીનો મારો કર્યો, જેમાંથી ચીની જહાજે તેના એક જહાજને પણ ટક્કર મારી, જેના કારણે જહાજના એન્જીનમાં મોટું નુકસાન થયું છે. જહાજ અથડાયા બાદ બંને દેશોના સૈનિકો વચ્ચે મારામારી થઈ. ફિલિપાઈન્સે આરોપ લગાવ્યો કે, એક દિવસ પહેલા પણ ચીને વિવાદ શોલમાં આવી જ હરકતો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *