શું એશિયાનું સૌથી મોટું કાપડ માર્કેટ બંધ થઈ જશે?

ખાવોમાં ગાંધીનગર વૉર્ડના કાઉન્સિલર પ્રિયા કમ્બોઝની સાથે લગભગ ૧૦૦-૧૫૦ દુકાનદારોએ ભાગ લીધો, MCD નિયમોનું ઉલ્લંઘન કરનારા દુકાનદારો પાસેથી બેફામ રીતે એક હજાર રૂપિયાનો યૂઝર ચાર્જ વસૂલી રહી છે,

પૂર્વ દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં વેપારીઓએ રવિવારે ઉગ્ર દેખાવો કર્યા હતા. તેમણે નક્કી માપદંડોથી વિપરિત કચરો ઉપાડવા માટે MCD યૂઝર ચાર્જ વસૂલવા સામે કાપડ બજાર બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. તેના પર જ્યારે મ્યુનિસિપાલિટીનો સંપર્ક સાધવામાં આવ્યો તો ત્યાંથી કોઈ ત્વરિત પ્રતિક્રિયા મળી નથી.

દેખાવકારોએ આરોપ મૂક્યો કે એમસીડી નિયમોનું પાલન કર્યા વિના ગાંધીનગર માર્કેટમાં દુકાનદારોથી મનમુજબનો વધારાનો ૧૦૦૦ ચાર્જ વસૂલી રહી છે. ભાજપના કાઉન્સિલરે કહ્યું કે પૈસાની વસૂલીમાં ગેરવહીવટ થઈ રહ્યો છે કેમ કે દુકાનદારો પાસેથી તેમની દુકાનના આકારની ચિંતા કર્યા વિના ચાર્જ વસૂલાઈ રહ્યો છે. મ્યુનિસિપાલિટી દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ નિયમ ૨૦૧૫ હેઠળ વાણિજ્યક સંપત્તિઓની જમીનના આકાર કે તેની બેસવાની ક્ષમતાના આધારે ૫૦૦ થી ૫,૦૦૦ ચાર્જ વસૂલાય છે. ભાજપના કાઉન્સિલરે દાવો કર્યો છે કે યૂઝર ચાર્જ ચૂકવવાનો ઈનકાર કરે તો તેમના પર એમસીડીના અધિકારીઓ મોટો દંડ ફટકારી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *