ભારતીય શેર માર્કેટમાં તેજીનો તબક્કો હજુ પણ યથાવત છે અને માર્કેટમાં કારોબારની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ ૭૦,000 ની સપાટી વટાવીને ૭૦,૦૪૮.૯૦ ના ઓલ ટાઈમ હાઇ લેવલ પર પંહોચ્યો હતો.
ભારતીય શેર માર્કેટમાં ગયા અઠવાડિયે જે તેજીનો તબક્કો શરૂ થયો હતો તે આ અઠવાડિયે પણ ચાલી રહ્યો છે. બજારમાં બંને ઇન્ડેક્સ સતત રેકોર્ડ બનાવી રહ્યા છે. અઠવાડિયાના પહેલા દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના ૩૦-શેર ઇન્ડેક્સ સેન્સેક્સે ઇતિહાસ રચ્યો છે. સેન્સેક્સ ૭૦ હજાર સુધી પહોંચી ગયો છે.
બજારમાં ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ ૭૦,૦૪૮.૯૦ ના ઓલ ટાઈમ હાઇ લેવલ પર પંહોચ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટી-૫૦ વિશે વાત કરીએ તો, તે શરૂઆતના ટ્રેડિંગમાં જ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.
સેન્સેક્સની જેમ NSE નો નિફ્ટી પણ સતત નવા ઉચ્ચ સ્તરે પહોંચી રહ્યો છે. નિફ્ટીએ ૧૦.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૦,૯૮૦.૧૦ ના સ્તરે ટ્રેડિંગની શરૂઆત કરી હતી અને પછી વધુ ઉછાળો શરૂ કર્યો હતો. સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં, તે લગભગ ૪૦ પોઈન્ટ્સ વધ્યો અને ૨૧,૦૧૯.૮૦ ની ઊંચી સપાટીએ પહોંચ્યો, જે તેનું અત્યાર સુધીનું ટાઈમ હાઇ લેવલ છે.