ભૂપેન્દ્ર પટેલની સરકારનો બીજો કાર્યકાળ

ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળને એક વર્ષનો સમય વીતી ગયો છે. ૨૦૨૨ માં રાજ્યની જનતાએ ભાજપ સરકારને ખોબલે-ખોબલે મત આપ્યા અને અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.

ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળને એક વર્ષનો સમય વીતી ગયો છે. ૨૦૨૨ માં રાજ્યની જનતાએ ભાજપ સરકારને ખોબલે-ખોબલે મત આપ્યા અને અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા. ૨૦૨૨ માં ભૂપેન્દ્ર સરકારે અગાઉની કોંગ્રેસની સરકારના ૧૪૯ બેઠકોના રેકોર્ડને પણ તોડી નાંખ્યો અને ૧૫૬ બેઠકો સાથે કલ્પનાતીત જીત મેળવી. આટલી જંગી જીત છતા પણ સરકાર તરફથી અપેક્ષીત સક્રિયતા યથાવત છે અને જોતજોતામાં વર્તમાન સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ થઈ ચુક્યું છે. સાવ એવું પણ નથી કે સરકારના બીજા કાર્યકાળમાં પડકારો નથી આવ્યા પરંતુ દરેક પડકારને સામાજિક, રાજકીય કે કૂટનૈતિક પ્રયાસથી સરકારે અવસરમાં બદલ્યા છે. સાવ નાનકડું ઉદાહરણ આપીએ તો ગુજરાતે વાવાઝોડાનો કહેર કે તેનાથી થતું નુકસાન નથી જોયું એવું સહેજ પણ નથી, પરંતુ તાજેતરના બીપરજોય વાવાઝોડા પહેલા સરકારે જે અગમચેતી દાખવીને ઝીરો કેઝ્યુઅલ્ટીનો અપ્રોચ કર્યો અને તેમા જે સફળતા મળી તે જ મક્કમતાને લોકો મનોમન ચાહે છે. સિક્કાની બીજી દુખદ બાજુ એ પણ છે કે જે પ્રજાલક્ષી મુદ્દાને જોરશોરથી ઉઠાવવા જોઈએ તે ઉઠાવવામાં દૂર-દૂર સુધી વિપક્ષ ક્યાંય નજરે પડતો નથી તેવું ચિત્ર લોકોના મનમાં ઉપસી ચુક્યું છે. સરકારના બીજા કાર્યકાળના એક વર્ષના સમયગાળામાં ગુજરાત કેટલું બદલાયું. પડકારને પ્રયાસથી પરાસ્ત કરવાનો સરકારનો મંત્ર વધુ ને વધુ દ્રઢ કેમ થતો જાય છે. સરકારના એક વર્ષના કાર્યકાળની ફળશ્રુતિ શું છે…

બીજા કાર્યકાળના મહત્વના મુદ્દા

સુશાસન
વાયબ્રન્ટ સમિટ
રાજ્યમાં G-૨૦ બેઠકોનું સફળ આયોજન
શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ
કૃષિ અને પશુપાલન
વંચિતોનો વિકાસ
મહિલા સશક્તિકરણ
આરોગ્ય
યુવા વિકાસ
જનસુરક્ષા
શહેરી અને ગ્રામીણ વિકાસ
જળસંચય
ગ્રીન ગ્રોથ
પ્રવાસન

સરકાર ઉપર વિશ્વાસ કેમ?

ભૂપેન્દ્ર પટેલની સ્વચ્છ છબી
ભૂપેન્દ્ર પટેલ જાહેર જીવનમાં નિર્વિવાદીત વ્યક્તિત્વ
લોકોના મનમાં ડબલ એન્જિન સરકાર ઉપર દ્રઢ વિશ્વાસ
ઘટના બને કે તરત જ એકશન લેવાની નીતિ
સંભવિત દુર્ઘટનાની અસર ખાળવા પૂર્વતૈયારીનો અભિગમ
શહેરી કે ગ્રામીણ બંને વિસ્તારને સ્પર્શતા મુદ્દા ઉકેલવાની સૂઝ
અન્ય રાજ્ય કરતા ગુજરાત સલામત છે તેવો અનુભવ
રોજગારીના સર્જનમાં ગુજરાત દેશમાં અવ્વલ
વિપક્ષ મુદ્દાવિહીન અને દિશાવિહીન
સરકાર વિરોધી મુદ્દા ઉઠાવવામાં પણ વિપક્ષ નિષ્ફળ
નિસ્તેજ વિપક્ષ ઉપર લોકોને નથી ભરોસો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *