મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં આવેલી શાહી ઇદગાહ મસ્જિદના સર્વેમાં કેટલા લોકો ભાગ લેશે અને કયા વિસ્તારમાં સર્વે કરવામાં આવશે તે ૧૮ ડિસેમ્બરે નક્કી કરવામાં આવશે.
મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ કેસમાં હિંદુ પક્ષની અરજી પર અલ્હાબાદ હાઇકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે શાહી ઈદગાહ સંકુલનો સર્વે કરવાનો નિર્ણય કર્યો છે. સર્વે માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવામાં આવશે. સર્વેમાં કેટલા લોકો ભાગ લેશે, ક્યારે શરૂ થશે અને કયા વિસ્તારમાં સર્વે થશે તે ૧૮ ડિસેમ્બરે નક્કી થશે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે અરજીમાં ત્રણ કોર્ટ કમિશનરની પેનલની માંગણી કરવામાં આવી હતી.