વિશ્વાસ પ્રોજેકટ ફેઝ-૨ અંતર્ગત લગાવાશે વધુ CCTV કેમેરા

ટ્રાફિકના નિયમો ભંગ કરતા અને કાયદો તોડતા લોકો પર પોલીસ વધુ સકંજો કસશે, વિશ્વાસ પ્રોજેકટ ફેઝ-૨ અંતર્ગત લગાવાશે વધુ CCTV કેમેરા.

રાજ્યમાં ટ્રાફિકના નિયમો ભંગ કરતા અને કાયદો તોડતા લોકો પર પોલીસ હવે વધુ સક્રિય બની છે. જે અંતર્ગત અગાઉ શરૂ કરવામાં આવેલ વિશ્વાસ પ્રોજેકટના ફેઝ-૨ અંતર્ગત વધુ CCTV કેમેરા લગાવાશે. જેમાં ખાસ કરીને સુરત, વડોદરા સહીત ૫૪ શહેરોમાં CCTV કેમેરા લગાવવામાં આવશે.

ગુજરાતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરતાં પહેલા ચેતી જજો. વાત જાણે એમ છે કે, વિશ્વાસ પ્રોજેકટના ફેઝ-2 અંતર્ગત વધુ CCTV કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવશે. આ સાથે આંતરરાજ્ય એન્ટ્રી એક્ઝિટના વધુ ૮૦ પોઈન્ટને સમાવાશે. તો રાજ્યમાં પ્રોજેક્ટ હેઠળ કુલ ૧૦,૫૦૦ થી વધુ CCTV કેમેરા લગાવાશે. આ સાથે ટ્રાફિકથી ધમધમતા ૨,000 થી વધુ જંક્શનનો પણ સમાવેશ થશે.

૨૦૧૩ – ૧૪ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી CCTV કેમેરા આધારિત વ્યવસ્થા ઉભી કરવાનું વિઝન રજૂ કર્યું હતું. તેના આધારે મોટા શહેરોમાં પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ થયો હતો, વિશ્વાસ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોની સલામતી, ટ્રાફિક નિયમન અને નિયંત્રણ, ઘટના બાદનું વીડિયો ફોરેન્સિક અને તપાસ તેમજ રોડ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે. CCTVના દ્રષ્યોનું મોનિટરીંગ જિલ્લા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ કેન્દ્રમાં થાય છે જેને ‘નેત્રમ’ કહેવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *